



કમલમ ન્યુઝ. સમીર શાહ.વ્યારા.
આજ રોજ મહાત્મા જ્યોતિબા ફુલે ૧૯૬મી જન્મજયંતી ના રોજ મહાત્મા જોતિબા ફુલે માર્ગ નામની તકતી મૂકી અને નિબંધ સ્પર્ધા રાખી ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ મા માળી સમાજ ના મહિલાઓ દ્વારા પુષ્પાંજલિ અને મહાત્મા જ્યોતિરાવ ની આરતી કાર્યક્રમ મા હાજર રહેલા સૌ લોકોએ લાભ લઈ આશિવાદ લીધા સમાજ નામ અગ્રણી ડોક્ટર. દોલતરાવ દેવચંદ જાધવ અને વૈષ્ણવી કનૈયા ભાઈ મહાજન મહાત્મા જયોતિરાવ ફુલે ના જીવન ચરિત્ર વિષય ઉપર ખૂબજ સરસ પ્રવચન આપવામા આવેલ હતુ. કાર્યક્રમ મા હાજર રહેલા તમામ નો આભાર અને તકતી માટે જે ફાળો આપી સહકાર આપ્યો, નિબંધ સ્પર્ધા મા બાળકો એ લાભ લઈ ને સહકાર આપ સૌનો સમાજવતી હું આભાર વ્યક્ત કરું છું. સૌને સંત સાવતા મહારાજ ના આશિવાદ. જય સવાતા. કાર્યક્રમોનું સંચાલન માળી સમાજ ના હોદ્દેદારો અને સમાજ ના જુના કાર્યકરો અનિલભાઈ માળી, અને રાજુભાઇ માળી દ્વારા કરવામાં આવ્યું હતું.