ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ગામડા ઓને પણ શહેરી વિસ્તાર જેવી સેવાઓ પૂરી પાડવા કરીબધ્ધ: ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી

તા.૧૯.૧૧.૨૦૨૦ નાં શુભ દિવસે ભચાઉ તાલુકાનાં લખપત ગામે લખપત થી સામખીયાળી ને જોડતા રોડનું જીલ્લા પંચાયત,માર્ગ અને મકાન વિભાગ,ભુજ દ્વારા આશરે સાત કિ.મી ની લંબાઈ અને અંદાજીત રૂ.૩૦૦ લાખનાં ખર્ચે નિર્માણ કાર્યનું ખાતમુહુર્ત ગાંધીધામ મતવિસ્તાર નાં ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી નાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન ભાજપ અગ્રણીશ્રી અરજણભાઇ રબારી,ભચાઉ નગરપાલિકા પ્રમુખશ્રી શ્રીમતિ કલાવતીબેન જોષી,શ્રી વિકાસભાઈ રાજગોર,શ્રી જનકસિંહ જાડેજા,શ્રી ગંભીરસિંહ જાડેજા વગેરે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ પ્રસંગેની શાસ્ત્રોક વિધિ શ્રી અવિનાશભાઈ શાસ્ત્રી,તથા ધિરજભાઈ જોષી એ કરાવી હતી. આ અવસરે ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ તેમનાં પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યુ હતું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ગામડા ઓને પણ શહેરી વિસ્તાર જેવી સેવાઓ પૂરી પાડવા  કરીબધ્ધ છે અને આ પ્રસંગ તેનું ઉદાહરણ છે. આ રસ્તાના નિર્માણ કાર્ય થવાથી પહેલા આધોઈ થઈને સામખીયાળી પહોચાતું જેનું અંતર અંદાજિત ૧૫ કી.મી જેટલું થાય છે પરંતુ હવે આ રસ્તાને કારણે ફક્ત ૭ કી.મી નું અંતર કાપીને સામખીયાળી પહોંચી શકાશે જેથી કરીને લોકોની સુખાકારી સાથે આસપાસનાં અનેક ગામોનો વિકાસ થશે. આ પ્રસંગે પધારેલા સર્વે મહેમાનો નું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ આ રસ્તાના નિર્માણ ને કારણે લોકોને સુખ સગવડોમાં વધારો કરી આપવા બદલ હર્ષ સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગામ ના સરપંચ અબાવીભાઈ પટેલ,મનજીભાઈ પટેલ,રવજીભાઈ વણકર,અમૃતભાઈ ભટી,રાજાભાઈ મઙોદરા,રમેશભાઈ મસુરીયા,પેથાભાઈ સિંધીયા,કર્મયોગી અલવાણીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આભાર દર્શન સુત્ર સંચાલન વિકાસ રાજગોર દ્વારા કરવામાં આવ્યું.

અજય ખત્રી કચ્છ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM