મેઘરજ તાલુકામાં સૌથી ઓછા વરસાદ ને લઇને ભર શિયાળે પાણીની તંગીના એધાણ
અરવલ્લી મેઘરજ તાલુકામાં ચોમાસુ સિજનો સૌથી ઓછો વરસાદ વરશ્યો હોવાથી અત્યાર થીજ નદી ચેકડેમ અને તળાવોમાં તળીયા દેખાતાં ભર શિયાળે તાલુકામાં પાણીની સમશ્યા સર્જાય તેવા એધાણ દેખાઇરહ્યાછે. મેઘરજ તાલુકામાં ૧૨૯ ગામડા ઓમાં નાના મોટા ૧૬૧ જેટલા તળાવો અને ૪૪ જેટલા ચેકડેમ આવેલાછે જેમાં મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં પણ થોડા દીવસોમાં પાણી વહેતુ બંધ થઇજાયતેમછે તાલુકાના મોટા ભાગના ચેકડેમો તેમજ તળાવોના તળીયા દેખાવા લાગ્યાછે જેથી મેઘરજ તાલુકામાં ભર શિયાળે પાણીની તંગી વર્તાય તેવુ દેખાઇ રહ્યુ છે. મેઘરજ તાલુકામાં ઘઉંનુ વાવેતર મોટા પ્રમાણમાં થઇરહ્યુછે જો ભરશિયાળે વાત્રક નદીમાં પાણી વહેતુ બંધ થઇજાય અને તળાવો અને ચેકડેમો ખાલી થઇજાયતો ખેડુતોને ઘઉંના પાકમાં સિંચાઇ કરવી અને પાક બચાવવામાં મુશ્કેલીયો સર્જાઇશકે તેમછે સરકાર દ્દારા વૈડી ડેમ ભરવાની જોગવાઇ કરવામાં આવે અને તે પાણી શિયાળામાં વાત્રક નદીમાં છોડાય તો મેઘરજ અને માલપુર તાલુકાના ખેડુતો ને કુવા અને બોર ના તળ ઉનાળામાં પણ ઉપર રહે અને ખેતી અને પીવાના પાણીની સમશ્યાનો કાયમી અંત આવીશકે તેમછે
મહેન્દ્રપ્રસાદ અરવલ્લી

