અરવલ્લીઃ LCB પોલીસે સિસોદરા પાસે બાઇક સાથે વિદેશી દારૂ સહિત ૩૪ હજારનો મુદ્દામાલ ઝડપ્યો બુટલેગર ફરાર.

 અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે વિદેશી દારૂના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવા સુચના આપ્યા બાદ મહદઅંશે વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ પર અંકુશ આવ્યો છે. પરંતુ આજે પણ કેટલાક ભ્રષ્ટ અને મલાઈ તારવી લેવામાં માહેર પોલીસકર્મીઓના કારણે વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ ચાલુ છે. અરવલ્લી એલસીબી પોલીસે મેઘરજ તાલુકાના સિસોદરા ગામ પાસે એક મોટરસાયકલ પરના થેલામાંથી ૧૪,૬૫૦/-નો વિદેશી દારૂ ઝડપ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે જ્યારે અપેક્ષા મુજબ બુટલેગર ફરાર થઈ ગયો હતો.  એલસીબી અરવલ્લીના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પરમાર અને તેમના સ્ટાફના માણસો સરદારસિહ મગનસિહ, મોહનસિહ ફતેસિહ, મોહનસિહ પુજેસિહ મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સિસોદરા ગામની સીમમાં દુરથી એક મોટરસાયકલ સવાર પોલીસને જોઈ બાઈક મુકી ફરાર થઈ જતાં જે બાઈક પરનો થેલો ચેક કરતાં ક્વાર્ટરિયા /બિયર કુલ નંગ. ૧૪૯ કિંમત રૂપિયા ૧૪,૬૫૦/- તથા બાઈક મળી કુલ રૂપિયા ૩૪,૬૫૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ભાગેડુ બાઈક સવાર સામે મેઘરજ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાયો હતો.

મહેન્દ્રપ્રસાદ અરવલ્લી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM