ડોડીપાર ખાતે માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ ના શુભ હસ્તકે અમૃત કળશ યાત્રા યોજાઈ

આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે હર્ષોલ્લાસ સાથે સમગ્ર દેશમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તારીખ ૬ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર સુધી “મારી માટી-મારો દેશ” અંતર્ગત અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગ રુપે માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ ના અધ્યક્ષ સ્થાને ડોડીપાર મુકામે અમૃત કળશ યાત્રા યોજાઈ.

રાષ્ટ્રભક્તિના આ મહાપર્વમાં દેશના દરેક ગામ અને દરેક શહેરોમાંથી એકઠી કરાયેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવશે. આ સમગ્ર કાર્યર્ક્મના ભાગરૂપે બીજા ચરણમાં માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ ની ખાસ હાજરીમાં ડોડીપાર મુકામે યાત્રા યોજાઈ હતી.

આ સમગ્ર યાત્રા કાર્યક્રમમાં વિવિધ ગામો માંથી એકત્ર કરાયેલી માટીને ‘અમૃત કળશ’માં ભરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે ગ્રામ પંચાયતોમાંથી એકઠી કરવામાં આવેલી માટી તાલુકા સ્તર પર અને ત્યાંથી રાજ્ય સ્તરે થઈ અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવી રહી છે. સમગ્ર ગુજરતામાં આ પ્રકારે કાર્યર્ક્મનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ‘અમૃત કળશ’ યાત્રામાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *