વ્યારા ખાતે આવેલી સુગર ફેકટરી મંત્રી મુકેશભાઈ પટેલ, અને મંત્રી કુંવરજીભાઈ હળપતિ ના હસ્તે બોઈલર પ્રજવલન વિધિ કરવામાં આવી

રિપોર્ટ, મયુર પટેલ

ખેડૂત ના હિતમાં સરકારનાં પ્રયત્ન થી ૧૮ વર્ષ બાદ ફરી સુગર ફેકટરી ધમધમતી થશે ચાર લાખ મે.ટનના લક્ષ્યાંક સાથે તા.૧૦ નવેમ્બરથીપિલાણ શરૂ થશે વ્યારા સુગર ફેક્ટરી ચાલુ કરવા સરકારે બનાવેલી કસ્ટોડિયન કમિટીએ પ્રયત્નો હાથ ધર્યા હતા અને બંધ પડેલી મશીનરીની મરામતની તજવીજ હાથ ધરાઇ હતી. જેના ભાગરૂપે દશેરાના શુભ અવસરે ૧૮ વર્ષ બાદ રાજ્યના વન મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે બોઇલર પ્રજ્વલન વિધિ કરવામાંઆવ્યું આ કાર્યક્રમમાં વ્યારા સુગર ના ચેરમેન માનસિંહ પટેલ, આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ, વ્યારા નિઝરના ધારાસભ્ય સહિત ખેડૂત સભાસદો હાજર રહ્યા હતા. રાજ્યના માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કાર્યકાળ દરમિયાન સુગર ફેક્ટરી ધમધમતી થાય એવા પ્રયાસો થયા હતા. પરંતુ રાજકારણના વાંરવાર ભોગને કારણે અવરોધો આવતા સફળતા મળી ન હતી. ત્યારે હાલ ખેડૂતોના હિતમાં સુગર શરૂ તો થઈ છે, પરંતુ કર્મચારીઓના પડતર પ્રશ્નોનું પણ નિવારણ આવે એવી આશા સેવાઈ રહી છે. આગામી તા.૧૦ નવેમ્બરથી શેરડી લઈ પિલાણ શરૂ કરવામાં આવશે અને વાર્ષિક ૪ લાખ ટન શેરડી પિલાણ થાય એવો કમિટી દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM