જિલ્લા કક્ષા કલાઉત્સવ રાનકુવા હાઇસ્કૂલની પાંચ કૃતિ પ્રથમક્રમ મેળવીને છવાઈ ગઈ

રિપોર્ટ, મયુર પટેલ

NCERT ન્યુ દિલ્હી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારી નવસારી દ્વારા આયોજિત જિલ્લા કક્ષા કલા ઉત્સવ 2023-24 તા.23-10-23 ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇટાળવા ખાતે યોજાયો. નવસારી જિલ્લાની તમામ શાળાઓ માટે સ્પર્ધાનું આયોજન થયું હતું.
બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા દ્વારા આ સ્પર્ધાને તમામ કેટેગરીમાં ભાગ લેવામાં આવ્યો હતો. શાળાના શિક્ષક પંકજભાઈ પટેલ અને સંગીત અને કમ્પ્યુટરની કામગીરી કરતા શિક્ષિકા દિવ્યાબેનની આગેવાની હેઠળ સમગ્ર ટીમે પાંચ કેટેગરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જેમાં તબલા વાદનમાં પટેલ નીલકુમાર રમેશભાઈ ધોરણ- 11, ચિત્ર સ્પર્ધા- પટેલ ધ્રુવી જયેશભાઈ રતનપરા ધોરણ -12, દેશી રમકડા- નાયકા ઓમ ગૌતમભાઈ ધોરણ 11, સર્જનાત્મક- મીત દીપકભાઈ બીરારી ધોરણ- 11, નૃત્ય- ધ્રુવી દિલીપભાઈ પટેલ ધોરણ- 10 પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. એક પાત્રીય અભિનયમાં બિંદીયા જયેશભાઈ પટેલ ધોરણ- 9 દ્વિતીય ક્રમ મેળવે છે.
વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.રાજેશ્રી ટંડેલ દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યા. શાળાની આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ ઠાકોર કાકા અને મંત્રીશ્રી જશુભાઈ નાયક દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય સંજયસિંહ પરમાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નો સતત સફળ રહ્યા છે, શાળાના વિદ્યાર્થીઓ જિલ્લાને રાજ્યકક્ષાએ કલા, રમત અને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર સ્થાન પામી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *