આણંદ સાંસદ મિતેષભાઈ ના લાગણીશીલ અને માનવતા સભર સ્વભાવ ની એક નવી યશ કલગી

આણંદ જિલ્લા ના વિદ્યાનગર શહેર માં આવેલ ઇસ્કોન મંદિર પાસે ના વિસ્તાર માં થી એક નવજાત બાળકી મળી આવેલ હતી. જેને આણંદ સિવિલ હોસ્પિટલ માં દાખલ કરેલ હતી.

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા ના વિદ્યાનગર શહેર માં આવેલ ઇસ્કોન મંદિર પાસે ના વિસ્તાર માં થી એક નવજાત બાળકી મળી આવેલ હતી. જેને આણંદ સિવિલ હોસ્પિટલ માં દાખલ કરેલ હતી. 

આણંદ સાંસદ મિતેષભાઈ ( બકાભાઇ) પટેલ ને આ વાત ની જાણ થતાં તેમને આણંદ સિવિલ હોસ્પિટલ ની તુરંત મુલાકાત લીધી હતી. બાળકી ના સ્વાસ્થ્ય ને લઇ ને પણ ચિંતા વ્યક્ત કરી ને ડોક્ટર સાથે ચર્ચા કરી હતી.
નવજાત માસૂમ બાળકી ના માતા પિતા ની જાણકારી ના મળે ત્યાં સુધી બાળકી ની તમામ જવાબદારીઓ ઉઠાવવાનો નિર્ણય લીધો હતો. બાળકીના સારવાર નો ખર્ચ આણંદ જિલ્લા ભાજપ સંગઠન ઉઠાવશે. આ નિર્ણય તેમની આણંદ ની જનતા પ્રત્યે ની લાગણીશીલતા દર્શાવે છે. આણંદ સાંસદ મિતેષભાઈ ( બકાભાઇ ) ના આ નિર્ણય આણંદ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ સહિત આણંદ જિલ્લા ના ભાજપ ના ધારાસભ્યો એ હર્ષભેર વધાવી લીધો હતો અને આ નવજાત બાળકી ની જવાબદારી સહર્ષ ઉઠાવવા નો નિર્ણય લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *