માંડવી ક્રાંતિતીર્થ ખાતે પરાક્રમ દિવસ ની ઉજવણી કરાઈ..

કમલમ દૈનિક અજય ખત્રી

માંડવી તાલુકા યુવા ભાજપ દ્વારા ક્રાંતિતીર્થ મસ્કા ખાતે આર્મી, બીએસએફ , પોલીસ અને હોમગાર્ડના નિવૃત્ત જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું . નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી પરાક્રમ દિવસ નિમિત્તે તાલુકાનાં નિવૃત્ત સુરક્ષા જવાનોનું સન્માન પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું .આ તકે તેમણે બોર્ડર પર તૈનાત જવાનોને આભારી દેશની શાંતિ- સુરક્ષા હોવાનું જણાવી આર્મીનાં પડતર પ્રશ્નોનો નિકાલ દેશનાં વડા પ્રધાન મોદી દ્વારા કરાયું છે

દેશનાં સબળ નેતૃત્વ થકી જ દેશની સીમાઓ વધુ સુરક્ષિત બની હોવાનું જણાવ્યું હતું.આ પ્રસંગે જે જવાનોનું સન્માન કરવામાં આવ્યું તેમાં મુરૂભા જાડેજા , વિક્રમસિંહ સોઢા , બટુકસિંહ જાડેજા , રાણશીભાઈ ગઢવી , દિલીપસિંહ સોઢા , યુવરાજસિંહ જાડેજા , હરિસંગ જાડેજા , ઘનશ્યામસિંહ ઝાલા , વિક્રમસિંહ ઝાલા , અરવિંદગર ગોસ્વામી , મોહનભાઈ જોષીનો સમાવેશ થાય છે . આ કાર્યક્રમમાં તા.યુ.ભાજપ પ્રમુખ સુરેશ સંગાર , ભરતભાઈ શાહ , મનુભા જાડેજા , હરિભાઈ ગઢવી , પંકજ રાજગોર , શિલ્પાબેન નાથાણી , નારણભાઇ ગઢવી,ખીમરાજ ગઢવી , ઓસમાણ લંગા , શાંતિલાલ ભાઈ , કિશોરભાઇ , વિનુભાઈ થાનકી , મયૂરસિંહ જાડેજા , વિજયસિંહ જાડેજા , પાલુભાઈ ગઢવી , મુનશીભાઇ ગઢવી સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા . સમગ્ર કાર્યક્રમનું સંચાલન મસ્કા સરપંચ કીર્તિભાઈ ગોર અને આભારવિધિ ઉત્સવ જોષીએ કરી હતી .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *