નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મજ્યંતી નિમિતે પુષ્પાંજલિ કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવેલ
કમલમ દૈનિક અજય ખત્રી
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને અનુલક્ષી ને માંડવી શહેર મંડળ દ્વારા પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાગેલા, માંડવી મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા ના ઉપપ્રમુખ અને શહેર પ્રભારી પચાણ સંજોટ, માંડવી શહેર ચૂંટણી ઇન્ચાર્જ દેવરાજ ગઢવી સાહેબ, જીલ્લા ઉપપ્રમુખ અને તાલુકા ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ભરત શાહ , માંડવી શહેર નગર સેવાસદન ના પૂર્વ અધ્યક્ષ મેહુલ શાહ અને ઉપાધ્યક્ષ ગીતાબેન ગોર ની સવિશેષ ઉપસ્થિતિ અંતર્ગત અગત્ય ની વિચારવિમશ બેઠક નું આયોજન કરવામાં આવ્યું. આ સાથે પેજ સમિતિ ના કાર્ડ નું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





