ઘાટલોડિયા વિધાનસભાના વસ્ત્રાપુર વિસ્તારની લાડ સોસાયટીના રહીશો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

રાષ્ટ્રસેવાના કાર્યમાં અવિરતપણે જોતરાયેલા, ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહનો આગામી લોકસભા ચૂંટણીમાં ગાંધીનગરથી જ્વલંત અને ઐતિહાસિક વિજય થાય તે માટે વધુ માં વધુ મતદાન થાય તે માટે અપીલ કરવા રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઘાટલોડિયા વિધાનસભાના વસ્ત્રાપુર વિસ્તારની લાડ સોસાયટીના રહીશો સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો. ઉપસ્થિત સૌ નાગરિકોએ ભાજપાની વિચારધારા, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વને સમર્થન દર્શાવ્યું હતું. આ તકે કર્ણાવતી મહનગરના પ્રમુખ અમિત શાહ, AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિત અગ્રગણ્ય આગેવાનો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *