
ઉત્તર ગુજરાત ના હારીજ ગામ સમીપે જાસ્કા ગામે 72 માં પ્રજાસતાક પર્વ નિમિત્તે અને તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન માનવતાના મસિહા પૂ.આ.શ્રી રત્નશેખરસુરીશ્વરજી મ.સા ની ૪૭મી દીક્ષા તિથિ નિમિત્તે અને પૂજ્ય મુનિ નયશેખર વિજયજી મ.સા અને પૂજ્ય મુનિ શૌર્યશેખર વિજયજી મ.સા ની પ્રેરણાથી અને પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ નેજાહેઠળ શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતાં.આ ધાબળા નો લાભ ગુરૂભક્તોએ લીધેલ.પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શંખેશ્વર ના જહાજ મંદિર,કુંવર,તારા નગર, સુબાપુર વિગેરે ગામોમાં ધાબળા વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ-શંખેશ્વર ના ડાયરેક્ટર કર્મ વીરાગના,સેવાભાવી જીજ્ઞાબેન શેઠ તથા જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ ના સ્ટાફ ગણ ઉપસ્થિત રહી ધાબળા વિતરણ કરેલ.આ પ્રસંગે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ એ દરેક લાભાર્થી પરિવારોની અનુમોદના કરેલ અને તેમને બિરદાવેલ.પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ માનવતાના કાર્યો કરવામાં આવે છે.



