મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૧૦ હજારથી વધુનેરોજગારી અપાઈ : શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લાના એમ.એસ.એમ.ઈ. એકમોને વ્યાજ સહાય પેટે રૂ. ૯.૮૧ કરોડ કરતા વધુની રકમ ચૂકવાઈ:ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત

વિધાનસભામાં ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ હેઠળ જામનગર જિલ્લાના એમ.એસ.એમ.ઈ. એકમોને વ્યાજ સહાય વિશે વિગતો આપતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં જામનગરમાં વ્યાજ સહાયની કુલ ૪૦૧ અરજીઓને મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગત સરકાર દ્વારા રૂ. ૯,૮૧,૮૩,૦૦૦ જેટલું ચુકવણું કરવામાં આવ્યું છે.

ઉદ્યોગ મંત્રીશ્રીએ આ યોજના વિશે જણાવતા કહ્યું કે ઔધોગિક નીતિ-૨૦૨૦ હેઠળ વ્યાજ સહાય માટે એવા એમ.એસ.એમ.ઈ. એકમો જેમણે બેન્ક અથવા અન્ય નાણાંકીય સંસ્થા પાસેથી ટર્મલોન મેળવેલ હોય તેવા એમ.એસ.એમ.ઈ. એક્ટ-૨૦૦૬ મુજબ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગની વ્યાખ્યામાં આવતા તમામ એકમોને આ યોજના હેઠળ સહાય મળે છે. આ યોજનાનો નવા, હયાત અને વિસ્તૃતિકરણ એકમોને લાભ મળે છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આંતરરાજ્ય પ્રવાસનને વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય એરપોર્ટ બનાવાની કામગીરી શરૂ: નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં નાગરિક ઉડ્ડયન સંબંધી માળખાગત સુવિધાઓનો વિકાસ તથા આંતરરાજ્ય પ્રવાસનને વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય એરપોર્ટ બનાવવાનો નિર્ણય કરાયો છે.

પેટા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું કે, દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય એરપોર્ટ બનાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ઝાલોદ ખાતે ટુંક સમયમાં જ આંતરરાજ્ય એરપોર્ટ કાર્યરત થઈ જશે. દાહોદ ખાતેમાં વિકસાવવામાં આવનાર એરપોર્ટમાં ખાનગી જમીનનો સમાવેશ થતો નથી ૧૦૦ ટકા સરકારી જમીન મેળવવામાં આવશે.

દાહોદ જિલ્લામાંથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પસાર થાય છે તેમજ દાહોદ ને અડીને રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્ય આવેલા છે. આ એરપોર્ટ વિકસાવવાથી ગુજરાતમાંથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ ખાતે એર કનેક્ટિવિટી પૂરી પાડી શકાશે. દાહોદથી ૧૫૦ કિ.મી. ના અંતરે એક પણ એરપોર્ટ નથી જેથી આ એરપોર્ટના વિકાસથી દાહોદ જિલ્લાની ઇકોનોમીમાં પણ વધારો થશે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૧૦ હજારથી વધુને
રોજગારી અપાઈ : શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

દેશ સેવામાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે ખાસ લશ્કરી ભરતી મેળાનું આયોજન

શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવા સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે શ્રમ અને રોજગાર કચેરીના માધ્યમથી મહેસાણા અને ગાંધીનગરમાં જિલ્લામાં તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કુલ ૧૦,૮૩૫ શિક્ષિત અને અર્ધ શિક્ષિત યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

મંત્રી શ્રી રાજપૂતે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં ૭,૫૨૫ શિક્ષિત અને ૧૦૨ અર્ધ શિક્ષિત જ્યારે સાબરકાંઠા જિલ્લામાં ૩,૨૦૮ શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘અનુબંધન પોર્ટલ’ પર ઘરે બેઠા નોકરી ઈચ્છુક યુવાનો અરજી કરી શકે છે. નોકરી દાતા પણ આ પોર્ટલના માધ્યમથી યોગ્ય મેન પાવર મેળવી શકે છે. રોજગારી કચેરી દ્વારા સમયાંતરે જિલ્લા તેમજ તાલુકા મથકે રોજગાર મેળા- મેગા જોબ ફેર યોજવામાં આવે છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, લશ્કરમાં ભરતી થઈને દેશ સેવા કરવા ઈચ્છતા યુવાનો માટે પણ રાજ્ય સરકાર દ્વારા લશ્કરી ભરતી મેળોઓ યોજવામાં આવે છે. જેમાં ભાગ લેવા આવતા યુવાનો માટે સરકાર તરફથી રહેવા,જમવા,વાહન સહિતની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. આ માટે પ્રતિ લશ્કરી ભરતી મેળા માટે રૂ. ૯ લાખ સુધીના ખર્ચની જોગવાઈ પણ કરવામાં આવી છે.

પેટા પ્રશ્નનો ઉત્તર આપતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આદિવાસી યુવાનોને જિલ્લા મથકે આવવું ના પડે તે માટે ખેડબ્રહ્મા, પોશીના, ધરમપુર અને છોટાઉદેપુર જેવા મથકોએ ખાસ રોજગાર ભરતી મેળા પણ યોજવામાં

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM