૩૫ વર્ષની આતુરતાનો અંત, લેઉવા પટેલ સમાજના મોભીઓનો પુરૂષાર્થ ૧૬–વિઘા જમીન સંપાદન કાર્ય પૂર્ણ, અમરેલી શહેરની મધ્યમાં : દિલીપ સંઘાણી

લેઉવા પટેલ સમાજ ભવન નું ભવ્ય નિર્માણ થશે : દિલીપ સંઘાણી

અમરેલી જીલ્લાના પટેલ સમાજની એકતા, વિકાસ અને શિક્ષણ થી લઈને સર્વાગી વિકાસ સુવિધાઓ માટેનો પાયો રાજરત્ન મોહનભાઈ વિરજીભાઈ પટેલ દ્રારા શૈક્ષણિક સંસ્થા પટેલ વિદ્યાર્થી આશ્રમના માધ્યમથી શરૂ કરવામા આવ્યો જેને દ્રારકાદાસભાઈ પટેલ, લીલાબા પટેલ ત્યારબાદ સંસ્થાના પ્રમુખ માનનિય શ્રી દિલીપભાઈ સંઘાણી આગળ ઘપાવી રહયા છે. તેવા સમયે ૧૬-વિદ્યાના પરિસરમા ભવ્ય લેઉવા પટેલ સમાજ ભવનનું નિર્માણ પટેલ સમાજની એકતા અને વિકાસનું પ્રતિક બની રહેશે તેમ આયોજન અંગે મળેલ મીટીંગને સંબોધતા શ્રી દિલીપભાઈ સંઘાણીએ સમાજને અવનવા ડર બતાવતા તત્વો સામે સુરક્ષાની ખાત્રી આપી હતી તેમણે વધુમા જણાવેલ કે પટેલ સમાજ સાહસ અને વિકાસને વરેલો છે તેમા આગેવાનોનું કેમ નિર્માણ થાય અને વિકાસમા યુવાનોને આગળ કેમ કરવા તેવા સ્વ.ડાયાબાપા હિરાણીના વિચારોને યાદ કરીને આ દિશામા સમાજ સાર્થક થવા જઈ રહયાનું ગૌરવ લઈ હર્ષ વ્યકત કર્યો હતો.

સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ કાળુભાઈ ભંડેરી દ્રારા ભૂમિગ્રહણની જાહેરાત સાથે લેઉવા પટેલ સમાજ વાડીના નિર્માણકાર્ય અંગેની સવિસ્તાર વિગતો જણાવવામા આવેલ હતી. ડી.કે.રૈયાણીએ ખાત્રી આપી હતી કે, સમાજ સાથે રહીને આ કામ આગળ ધપાવશે.

કાળુભાઈ ભંડેરી, પી.પી. સોજીત્રા, ડી.કે. રૈયાણી, કાંતિભાઈ વઘાસીયા, અશ્વિનભાઈ સાવલીયા, મનીષ સંઘાણી, રાજેશભાઈ માંગરોલીયા, મેહુલભાઈ ધોરાજીયા, ભાવનાબેન ગોંડલીયા, એમ.કે. સાવલિયા, દિનેશભાઈ ભુવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *