ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે વરદાયિની માતા મંદિરે દર્શન-પૂજન કરી ભગવાન શિવની ૮૧ ફૂટ ઊંચી પ્રતિમાના શિલાન્યાસ કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ


માણસા ખાતે કુળદેવીશ્રી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી, દર્શન આરતી કરી સર્વે નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ



ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર જિલ્લાના રૂપાલ સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતા મંદિર ખાતે માતાજીનાં દર્શન-પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે શ્રી શાહના વરદ હસ્તે ભગવાન શિવની ૮૧ ફૂટ ઊંચી પ્રતિમાના શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ સાંજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે ભક્તિ, શક્તિ અને આરાધનાના પર્વ શારદીય નવરાત્રિના છઠ્ઠા નોરતે માણસા ખાતે કુળદેવીશ્રી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી, દર્શન આરતી કરી ગુજરાત તેમજ દેશના સર્વે નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.