અમદાવાદ ખાતે જૈનાચાર્ય ભગવંતોનાં દર્શન કરી આશીર્વાદ મેળવતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ

અમદાવાદ ખાતે જૈનાચાર્ય ભગવંતોનાં દર્શન કરી આશીર્વાદ મેળવતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા પ્રેરણા તીર્થ દેરાસર ખાતે ગચ્છાધિપતિ પ.પૂ. નરરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
ત્યારબાદ શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ ખાતે ગચ્છાધિપતિ પ.પૂ. ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબનાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રસંગે તેમણે જૈન ધર્મના આધ્યાત્મિક મૂલ્યો અને સંત પરંપરા પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *