પ્રધાનમંત્રી 14મેના રોજ PM-KISAN અંતર્ગત આર્થિક લાભનો 8મો હપ્તો જારી કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 મેના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)યોજના અંતર્ગત નાણાકીય લાભનો 8 મો હપ્તો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11 વાગ્યે જારી કરશે. આનાથી 9.5 કરોડથી વધુ લાભાર્થી કિસાન પરિવારોને રૂ. 19000 કરોડ ટ્રાન્સફર કરી શકાશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ખેડૂત લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે. આ સમયે કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.

PM-KISAN વિશે
PM-KISAN યોજના અંતર્ગત, યોગ્યતાપ્રાપ્ત લાભાર્થી ખેડૂત પરિવારોને પ્રતિવર્ષ રૂ. 6000/- 4 મહિને ત્રણ સમાન ઈન્સ્ટોલમેન્ટમાં પ્રતિ ઈન્સ્ટોલમેન્ટ રૂ. 2000/-ના હિસાબે ચૂકવવાપાત્ર હોય છે. આ ફંડ લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટ્સમાં સીધા જ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત, સન્માન રકમ અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને રૂ. 1.15 લાખ કરોડથી વધુ ટ્રાન્સફર કરવામાં આવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *