સંસદના મોન્સૂન સત્ર બાબતે સુરતમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર.પાટીલ ની પ્રેસ કોંફરન્સ યોજાઈ

સંસદના મોન્સૂન સત્ર બાબતે સુરતમાં કેન્દ્રીય મંત્રીની પ્રેસ કોંફરન્સ યોજાઈ

કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી.આર.પાટીલ તેમજ બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાએ કર્યું સંબોધન

કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

ગત દિવસોમાં લોકશાહીનું મંદિર ગણાતા લોકસભા ખાતે મોન્સુન સત્રમાં કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ સોમવારે સુરત ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં મીડિયા સમક્ષ કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી. આર.પાટીલ અને બારડોલી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ રજૂ કર્યો હતો.

પત્રકાર પરિષદના પ્રારંભમાં બારડોલી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વિપક્ષોના હંગામા વચ્ચે આ સત્ર ખૂબ ટૂંકું ચાલનારૂ સત્ર હતું.વિપક્ષ દ્વારા આ સત્રને ચાલવા દેવામાં આવ્યું ન હતુ.પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ખર્ચો આ સત્રમાં થતો હોય છે પણ વિપક્ષના કારણે સત્ર ખૂબ ઓછું ચાલ્યું

બારડોલી સાંસદ શ્રી પ્રભુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે તાજેતરમાં દક્ષિણ ગુજરાત ખાતે સર્જાયેલી પૂરની પરિસ્થિતિ અંગેના પ્રશ્નો પણ સંસદમાં પૂછવાની તક પણ વિપક્ષના કારણે મળી ન હતી.સત્ર નિર્ણાયક બિલ પાસ કરવાનું માધ્યમ છે પરંતુ વિપક્ષે સંસદને બાનમા લઇ પોલીટીકલ સ્ટંટનું માધ્યમ બનાવ્યું હતું.વિપક્ષે લોકશાહીની ગરીમાનું હનન કર્યું છે.વિપક્ષને સ્પીકર દ્વારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સત્ર ચાલવા દેવામા આવે તેવી વારંવાર વિનંતી કરવામાં આવી હતી.તેમ છતાં કોંગ્રેસ સહિત વિપક્ષ દ્વારા લોકશાહીની ગરિમા ન જાળવીને સદનની કામગીરીને ખોરંભે ચડાવી હતી.વિપક્ષે સકારાત્મક અને રાષ્ટ્ર માટેના મહત્ત્વના બિલોમાં ભાગ લીધો નહી.12 જેટલા બિલો સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા વિપક્ષે ખોટી રીતે દોરવણી કરીને ઝેનજીને ગેરમાર્ગે દોર્યા.વિદ્યાર્થીઓના હિતના બિલ બાબતે પણ વિશેષ ચર્ચા કરવાની હતી પણ વિપક્ષે આ બિલમાં પણ ભાગ લીધો.વંદે માતરમના અપમાનને લઈ કાર્યવાહીનું બિલ હતું તે પણ ન થઈ શક્યું.સુપ્રીમ કોર્ટના જજ વધારવા બાબતના બિલ બાબતેં પણ વિપક્ષ દ્વારા ચર્ચા કરવામાં ન આવી બારડોલી સાંસદ શ્રી પ્રભુભાઇ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે દેશ માટે અતિ મહત્વના ઘણા બીલમાં કોંગ્રેસે નકારાત્મકતા દર્શાવી દેશને નુકસાન કરવાનું કાર્ય કર્યું છે.દેશની જનતાએ આ સમગ્ર ગતિવિધિને જોયું છે અને જેના કારણે આગામી દિવસોમાં કોંગ્રેસની સ્થિતિ હજુ પણ બગડવાની છે

પત્રકાર પરિષદમાં કેન્દ્રીય જળમંત્રી શ્રી સી.આર.પાટીલ સાહેબએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે
પેપરલીક જેવા અતિ મહત્વના મુદ્દા પર કડક કાયદા માટે લાવવામાં આવેલા બિલને પણ કોંગ્રેસે સહયોગ ન આપ્યો તે અતિ દુઃખદ બાબત છે. કોંગ્રેસના શાસિત રાજ્યમાં પેપરલીક થયું ત્યારે પણ કોંગ્રેસ કઈ બોલવા તૈયાર નથી.કોંગ્રેસ કાર્યાલય દિલ્હીમાં વંદે માતરમ ગાન વચ્ચેથી રોકવાનો પ્રયાસ કરીને તેમણે દેશનું અપમાન કર્યું છે.દેશની જનતાએ આ જોયું છે અને જનતા વિપક્ષની દાનતને ઓળખી ગઈ છે.અમુક વિદેશી તાકાત દેશની અર્થ વ્યવસ્થા ખોરવાનો પ્રયાસ ન કરે તે માટેના બીલમાં પણ વિપક્ષે ચર્ચા ન કરી.આ બિલને મોડું કરવાનો પ્રયાસ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો.લોકસભા અને રાજ્યસભામાં ચર્ચાના વિષયો હોય છે.હોબાળો કરીને વિપક્ષે સત્રને ચાલવા દીધું નહીં.વિપક્ષના આવા વલણ ને કારણે આખું સત્ર ખોરવાઈ ગયું.આ સત્રમાં કરોડોનો ખર્ચ થયો શ્રી સી આર પાટીલ સાહેબએ વધુમાં જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર હતી.પરંતુ, કૉંગ્રેસ અને વિપક્ષે હોબાળો કરીને સંસદની ગરિમાનું અપમાન કર્યું છે. આ પત્રકાર પરિષદમાં મીડિયા દ્વારા પૂછવામાં આવેલા રિવર લિંક પ્રોજેક્ટ તેમજ સંસદમાં વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ના મામલે કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી.આર.પાટીલ સાહેબ વિસ્તૃત જાણકારી આપી હતી.

આ પત્રકાર પરિષદમાં રહેલા શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સ્થાયી સમિતિના ચેરમેનશ્રી રાજનભાઈ પટેલ સહિત શહેર સંગઠનના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *