રાજકોટ જિલ્લા ના ધોરાજી ની સિવિલ હોસ્પિટલ માં કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા એ મુલાકાત લીધી

કોરોના ને લઈ ને આજે રાજ્ય ભર માં આરોગ્ય ની સ્થિતિ ગંભીર છે ત્યારે રાજકોટ જિલ્લા ના ધોરાજી ની સિવિલ હોસ્પિટલ માં ચાલતા કોવીડ કેર માં 500 થી વધારે દર્દી ને સારવાર આપવા માં આવી છે ત્યારે ગુજરાત ના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા એ આજે ધોરાજી સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી અને સમગ્ર સ્થિતિ ની સમીક્ષા કરી હતી, મિનિસ્ટર જયેશ રાદડિયા એ હોસ્પિટલ ના કોવીડ વોર્ડ ની પણ મુલાકાત લીધી હતી અને દર્દી ઓ ને સાંત્વના આપી હતી, હાલ કોરોના ના દર્દી ઓ ને ઓક્સીઝન ની ખુબજ જરૂરિયાત હોય છે જેને લઈ ને ધોરાજી સિવિલ હોસ્પિટલ માં ભવિષ્ય મા કોઈપણ દર્દી ને ઓક્સીઝન ને લઈ ને કોઈ મુશ્કેલી નો પડે તે માટે તાત્કાલિક ધોરણે અહીં જે ઓક્સીઝન પ્લાન્ટ નાખવા માં આવી રહેલ છે તે કામ નું પણ નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક ધોરણે કામ પૂરું થાય તે માટે પ્રયત્ન કરશે તેવું જણાવેલ, આજે હોસ્પિટલ ની મુલાકાત બાદ ભવિષ્ય માં હોસ્પિટલ માં તમામ સુવિધા ઉભી થાય તે માટે તેવો પ્રયત્ન કરશે તેમ જણાવેલ હતું તેમજ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા યે પણ ધોરાજી સરકારી હોસ્પિટલ ના અને સરકારી હોસ્પિટલ ના અધીક્ષક ની કામગીરી ના પણ વખાણ કરેલા

રીપોર્ટ રાજુભાઈ બગડા ધોરાજી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *