ગાંધીનગર મહાનગર પાલિકાની કોવિડ- ૧૯ની પરિસ્થિતિ ની સમીક્ષા બેઠક મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાઇ
ગાંધીનગર : રવિવાર:
ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાની મહા બિમારીએ બળિયાદેવની બાધા કરવાથી મટી જશે, જેવી અંધ શ્રધ્ધામાંથી બહાર આવવા અને કોરોના સામે લડવા એક માત્ર ઉપાય વેક્સિનેશન તથા કોવિડના નિયમોનું પાલન છે. તેમ રાજયના શ્રમ રોજગાર અને ડિઝાસ્ટર મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોરે આજે ગાંધીનગર મહાનગર પાલિકાની કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ ઝડપથી વેક્સિનેશન વધારીને મૃત્યૃદર ધટાડવા તથા આઇશોલેશનમાં કાળજી પૂર્વક સારવાર આપી રિકવરીરેટ વધારવા પર ભાર મૂકતાં દવાઓની સાથે સાથે અવેરનેશ ખાસ જરૂરી છે. માસ્ક, સેનેટાઇઝરનો પુરવડો વધારવા તેમજ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન થાય તે જરૂરી છે.મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ગ્રામીણ કક્ષાએ કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ગામમાં જ આઇસોલેશનમાં રાખી સારવાર કરવાથી સારુ પરિણામ મળ્યું છે. તે જ રીતે શહેરોમાં પણ મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન શરૂ કરવામાં માટે ગાંધીનગર મહાનગરપાલિકામાં વોર્ડ વાઇઝ આઇસોલેશન અને સ્ટાફ તેમજ સાધનોની સમીક્ષા કરવામાં આવી હતી.મંત્રીશ્રીએ મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી રતનકંવર ગઢવીચારણ દ્વારા રજૂ કરાયેલ પ્રેઝેન્ટેશનની માહિતી અને પરામર્શથી સંતોષ વ્યક્ત કર્યો હતો.મંત્રીશ્રીએ ટેસ્ટીંગ અને વેકસિનેશન વધારવા પર ભાર મુક્યો હતો. તેમજ ઓકસિજન બેડ – આઇસોલેશન અને રેમડેસિવિર ઇન્જેકશનો અંગેની જાત માહિતી મેળવી હતી.મંત્રીશ્રીએ શહેરમાં આવેલ સેકટર- ૩૦ અને સરગાસણ અંતિમ ધામમાં લાકડાનો પુરવઠો જળવાઇ રહે તે અંગેની જરૂરી સૂચનાઓ આપી હતી.બેઠક બાદ મંત્રીશ્રીએ કોલવડા કોવિડ સેન્ટર હોસ્પિટલની મુલાકાત લઇ કોવિડ વોર્ડની આઇસોલેશન અને ઓકસિજનની જાત માહિતી લીધી હતી. તેમણે ઓકસિજન પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી.આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પી.એસ.દવે, ગાંધીનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર શ્રી ર્ડા. કલ્પેશ ગોસ્વામી, ગાંધીનગર સિવિલ સર્જન શ્રી ર્ડા. નિયતી લાખાણી અને અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





