મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલના હસ્તે આરોગ્યમ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ.

અમદાવાદ શહેરનો  સતત વિકસિત રહેલો વિસ્તાર એવા ઇસનપુર ખાતે ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે આરોગ્યમ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલનું લોકાર્પણ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે  વૈશ્વિક કોરોના મહામારીના આ સમયમાં આખું વિશ્વ આરોગ્યની ચિંતા કરી રહ્યું છે ત્યારે  આરોગ્ય સેવાનો વ્યાપ વધે તે સમયની માંગ છે,અમદાવાદ શહેરમાં  નવી હોસ્પિટલનું  નિર્માણ થયું તે  શહેરીજનો માટે સુવિધાપૂર્ણ બનશે, કોરોનાનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે ,  કોરોનાનો સંપૂર્ણપણે નાશ થયો નથી આપણે સમયની સાથે ચાલીને સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનું  પાલન કરીએ અને રસી લઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્યમ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ એ તદ્દન મોર્ડન અને અધ્યતન સુવિધા થી બનેલી છે. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રીકિરીટભાઈ પરમાર ઇસ્કોન ગ્રુપના ચેરમેન શ્રી પ્રવીણભાઈ કોટક, ડોક્ટર સેલના કન્વીનર ડોક્ટર ધર્મેન્દ્રભાઈ ગજ્જર તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *