
ખેડુતો ના વિકાસ માટે પ્રેરણા રૂપી કાર્ય કરતા સમી તાલુકા 500 જેટલા ખેડુતોએ સંગઠીત થઇ ને પાંચ લાખ સેર ભંડોળ ભેગુ કરી ને કંપની બનાવી દશ લાખ નો વ્યાપાર કરવા સાથે ખેડુતો ના વિકાસ માટે કાર્યો સરુ કર્યા અત્યારે સમગ્ર દેશમાં ખેડૂતો અને ખેતીના વિકાસની વાતો થઇ રહી છે જે વિકાસ ની હરીફાઈમાં પાટણ જિલ્લો પણ સહભાગી છે અને અત્યારે પાટણ જિલ્લામા પણ ખેડૂતો અને ખેતીના વિકાસ માટે વાત કરવામાં આવે છે એમા પણ પાટણ જિલ્લા ના અલ્પ વિકશીત અને પછાત ગણાતા ચાર તાલુકા મા ખેતી અને ખેડુતો ના વિકાસ ની વાત હોય એટલે ફાર્મર પ્રોડ્યુસર કંપની નું નામ લેવામાં આવે છે આવી જ એક વધુ ફાર્મર પ્રોડ્યુસર કંપની સમી વિસ્તારમાં પણ કાર્યરત છે જેમનું નામ છે સમી વિસ્તાર ફાર્મર પ્રોડ્યુસર કંપની જે રિલાયન્સ ફાઉંન્ડેશંન દ્વારા માર્ગદર્શીત બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા અને નાબાર્ડ બેંક પાટણ ના આર્થીક સહિયોગ થી બનાવવામા આવેલ છે ખેડુતો ના વિકાસ માટે સરકાર્ની વિવિધ યોજનઓ છે પણ ખેડૂતો સંગઠિત થઈ શેર ભંડોળ એકત્રિત કરી પોતાના વિકાસ માટે પોતાની કંપનીની સ્થાપના કરે અને પોતાના વિસ્તારના અન્ય ખેડૂતોના વિકાસ માટે કામ કરે તો ખેડૂતો ના વિકાસની શક્યતા ઓ વધી જાય છે એવું તજજ્ઞો કહેતા હોય છે આ ખેડૂત કંપની ના માધ્યમથી ખેડૂતોને સંગઠિત કરવામાં આવે છે સામૂહિક રીતે બીજ ખાતર અને દવાઓની કરીદિ કરવમા આવે છે અને વિતરણ અને વ્યાપાર કરવામાં આવે છે અને ખેડૂતો દ્વારા ઉત્પાદિત માલ ને એકત્રિત કરી મોટા વેપારીયો ને જથ્થાબંધ વેચવામાં આવે છે તેમજ સરકારની વિવિધ યોજનાઓ અને સરકારી એજન્સીના માધ્યમથી ગ્રાન્ટ લોન અને બીજી આર્થિક સહાય મેળવી સુચારુ રીતે તેમનુ અમલિકણ કરવમા આવેછે ખેતી અને ખેડૂતોના વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે જેમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને સંગઠિત કરી ખેતીમાં નવી તકનીકોનો ઉપયોગ સુધારા યુક્ત ખેતી ઓર્ગેનિક અને જૈવિક ખેતી ખેડૂતો દ્વારા ઉત્પાદન કરેલ પાકો નું પ્રોસેસિંગ અને પેકેજીંગ મૂલ્યવર્ધન કરવા સાથે ખેડૂતોની આવકમાં વધારો કરવો અને ખેતીમાં થતાં ખર્ચમાં ઘટાડો કરી ખેડૂત પરિવારો ને સુખી અને સમૃદ્ધ કરવા માટે આ કાર્ય કરવામાં આવે છે તેમાં પણ આ સમગ્ર કાર્ય ખેડૂતો દ્વારા રચિત ખેડૂત કંપની ના માધ્યમ થી ખેડૂતો દ્વારા અને ખેડૂતો માટે કરવામાં આવે છે એ વાત પણ આપને વિકાસ ની એક નવી રાહ ચીંધે છે.
રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પાટણ જિલ્લા ના રાધનપુર અને સાંતલપુર વિસ્તાર ના ખેડૂતો ના વિકાસ માટે આજ થી પાંચ વર્ષ પહેલાં બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની ની રચના કરવામાં આવેલ જે કંપની આજે કરોડોનું ર્ટન ઓવર કરે છે અને આ વિસ્તારમાં બીજા ખેડૂતોને પણ પ્રેરણા પુરી પાડેછે બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની એ નાબાર્ડ બેંક ના આર્થિક સહયોગથી સમી અને સાંતલપુર તાલુકામાં પણ આવી જ ખેડૂત કંપનીનીઓ બનાવી છે
આજે પાટણ જીલ્લા ના સમી તાલુકા મથક ના બસ સ્ટેન્ડ વાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ ના ગેટ પાસે આવીજ એક ખેડૂત ઉત્પાદિત કંપની ના એગ્રો સેન્ટર નું ઉદ્દઘાટન પાટણ જીલ્લા કલેકટર શ્રી ના વરદ હસ્તે કરવામાં આવ્યું જે કાર્યક્રમ ની શરૂઆત કરતા કલેકટર સાહેબ દ્વારા એગ્રોસેન્ટર કલેક્શન કેન્દ્ અને ખેડૂત કંપની ની ઓફીસ નું રીબીન કાપી ઉદ્દઘાટન કરેલ તે સમયે સમી વિસ્તાર ખેડૂત ઉત્પાદિત કંપનીના સી,ઇ,ઓ રીયાઝભાઇ ચાવડા દ્વારા કલેક્ટર સાહેબ અને મહેમાનો ને એગ્રોસેંટર ની વિગતવાર માહીતી આપેલ.આ કાર્યક્રમ ની શરૂઆત કરતા ખેડૂત કંપની ના ચેરમેન બાબુજી ભાઈ ઠાકોર દ્વારા કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો નું શાબ્દિક સ્વાગત કરી આ કાર્યક્રમ ને ખેડૂતો માટે ખુશી નો પ્રસંગ ગણાવી વધુ સાથ સાહકાર ની ભાવના સાથે અમારા સાથે જોડાવા આહવાન કરેલ. ત્યાર બાદ અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરતા મહેમાનો ને ખેડૂત કંપની ના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બળદગાડાનું પ્રતિક ગિફ્ટ આપી સાલ દ્વારા સ્વાગત કરેલ તેમજ માર્કેટિંગ યાર્ડના આગેવાનો દ્વારા ઉપસ્થિત મહેમાનો ને સાલ ઓઢાડી સ્વાગત કરેલ કાર્યક્રમ ને આગળ વધારતા ખેડૂત કંપની ના ડિરેક્ટર લક્ષ્મણભાઈ દ્વારા સમી વિસ્તાર ખેડૂત કંપની ની શાબ્દિક યાત્રા કરાવી જેમાં સમી તાલુકા ને અલ્પ વિકસિત અને પછાત તાલુકો માનતા લોકો ને વિચારવા મજબૂર કરેલ જેમાં ખેડૂતો ને સંગઠિત કરવા ગામો માં ખેડૂતો ની મીટીંગો કરી લોકો ને જાગૃત કર્યા આગેવાનો ની પસંદગી કરી અને 500 જેટલા ખેડૂતો ને સભ્યો બનાવી 5 લાખ જેટલા સેર ભંડોળ ની રકમ ભેગી કરી 10 લાખ નો વ્યાપાર પણ કર્યો ની પ્રાથમિક માહિતી આપી
બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની ના ચેરમેન કરશનજી જાડેજા દ્વારા જણાવવામાં આવેલ કે અમે રાધનપુર અને શાંતલપુર તાલુકા ના ખેડૂતો સાથે તો બનાસ કંપની ના માધ્યમ થી કાર્યો કરતાં પણ આપણે આપણા આખા વિસ્તાર ના વિકાસ માટે કાર્ય કરવું છે એટલેજ નાબાર્ડ બેંક પાટણ ની મદદ મેળવી સમી અને સાંતલપુર તાલુકા માં અમે બે નવી કંપની બનાવવાની જવાબદારી સ્વીકારી જેમાં ધાર્યા કરતા વધુ અને સમય ના અનુમાન કરતા ઝડપી પરિણામો મળ્યા એ વાત ની અમને ખુશી છેપાટણ જીલ્લા નાબાર્ડ બેંક ના અધિકારી વર્મા સાહેબ દ્વારા ખુશી વ્યક્ત કરતા જણાવવામાં આવેલ કે અમારા કામ ને સફળ બનાવવા તમે કરેલી મહેનત ને બિરદાવતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ કારણ કે સરકાર ની વિવિધ યોજનાઓ છે નાબાર્ડ બેંક પણ ખેતી લક્ષી યોજનાઓ માં આર્થિક મદદ કરે છે પણ જ્યારે પ્રોજેક્ટ સફળતા પ્રાપ્ત કરે તો આગેવાનો ની મહેનત ના કારણે ખેડૂતો ને સ્વનિર્ભર બનવા માટે તેમણે જણાવેલ કે ખેડૂતે મજદૂર નથી બનવાનું પણ મજદૂરી કરી ને વ્યાપારી બનાવું ખૂબ જરૂરી છે જ્યાં સુધી ખેડૂત વ્યાપારી ના વિચાર થી ખેતી ને નહિ જોવે નફા નુકસાન નું અનુમાન નહિ લગાવે ત્યાં સુધી પ્રગતિનીગતી ધીમી રહેશે.કલેકટર સાહેબ ના પ્રાસંગિક ઉદ્બોધન માં બનાસ ખેડૂત કંપની દ્વારા ખેડૂતો ના વિકાસ માટે કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી અને સમી વિસ્તાર ના ખેડૂતો ના વિકાસ માટે સમી તાલુકા માં આ કંપની બનાવવા માટે પણ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે સમી વિસ્તાર માં કંપની બનાવવા મહેનત કરતા ચેરમેન બાબુજી ઠાકોર અને બધા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મહેનત ને બિરદાવી હતી આ કંપની વધુ વિકાસ કાર્યો કરે અને દવા ખાતર અને બિયારણ વ્યજભી ભાવે આપી ખેડૂતો ના ખર્ચ માં ઘટાળો કરવા સાથે મૂલ્ય વર્ધિત સેવાઓ માં વધુ કાર્ય કરી અહીંયા ની ઉત્પાદિત વસ્તુઓ ને એક્ષપોર્ટ કરી ખેડૂતો ને સારા ભાવ આપે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.કાર્યક્રમ ને પૂર્ણાહુતી તરફ લઈ જતા રીલાયન્સ ફાઉન્ડેશન ના કાર્યકર્તા વ્રજલાલ રાજગોર દ્વારા મહેમાનો નો આભાર વ્યકત કરી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરેલ સંપૂર્ણ કાર્યક્રમ નું સંચલા બનાસ કંપની ના ડિરેક્ટર બાબુજી ઠાકોર દ્વારા કરવામાં આવેલ અને કાર્યક્રમ નું આયોજન સમી વિસ્તાર પ્રોડ્યુસર કંપની ના ડિરેક્ટરો દ્વારા કરવામાં આવેલ હતું
આ કાર્યક્રમ માં પાટણ જીલ્લા કલેકટર સાહેબશ્રી પાટણ જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ નાબાર્ડ પાટણ ના ડીડીએમ શ્રી વર્મા સાહેબ પાટણ જિલ્લા લીડ બેંક મેનેજર પટેલ સાહેબ સમી ના પ્રાંત ઓફિસર સાહેબ શ્રી રીલાયન્સ ફાઉન્ડેશન ના ટીમ લીડર નીરપત સિંહ કીરાર તેમજ ગૌતમ ભાઈ શર્મા માર્કેટિંગ યાર્ડ સમી ના આગેવાનો બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની ના ચેરમેન વઢિયાર ફાર્મર પ્રોડ્યુસર કંપની ના ચેરમેન ચોરાડ ફાર્મર પ્રોડ્યુસર કંપની ના ચેરમેન ખેડૂત પ્રતિનિધિ આગેવાનો અને સભાસદો એ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવેલ એવું સમી વિસ્તાર પ્રોડ્યુસર કંપની ના ચેરમેન બાબુજી ભાઈ ઠાકોર ની લેખિત યાદી માં જણાવેલ
આનંદ ઠકકર ડીસા

