
મુંદરા તાલુકાના નવીનાળ ગામે આઠ કોટી મોટી પક્ષ સ્થાકવાસી જૈન સંપ્નદાયના પ.પૂ. પુનમચંદ્ર સ્વામી મ.સા.ના શિષ્યો કાર્યવાહક પ.પૂ. તારાચંદ મુનિ મ.સા., પ.પૂ. પ્નશાંતમુનિ મ.સા.,પ.પૂ. સમર્પણ મુનિ મ.સા. આદિ ઠાણા ત્રણનો ચાર્તુમાસ પ્નવેશનો કાર્યક્રમ સરકારશ્રીની કોવીડ–૧૯ની સંપુર્ણ ગાઈડ લાઈન મુજબ ભકિતસભર વાતાવરણમાં ઢોલ –શરણાઈના સુરાવલી સાથે વાજતે ગાજતે સામૈયા સાથે સંમ્મપન થયો. ત્યારબાદ દાતાશ્રીના સહકારથી નુતનીકરણ થયેલ અમરસન્સ વ્યાખ્યાન હોલ અને જૈન સ્થાનકનું પુર્વ રાજયમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાના વરદ્ હસ્તે રિબીન કાપી ઉદ્વધાટન કરવામાં આવ્યુ અને પ.પુ. સાધુ ભગવંતોએ ઉપાશ્રયમાં પ્નવેશ કરયો ત્યારે સમગ્ર પરિસર જૈનમ જંયતી શાસન ના નારા સાથે ગુંજી ઉઠયુ હતુ.આ પ્નસંગે શ્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે આ ચાર્તુમાસ દરમ્યાન કોવીડ ગાઈડ લાઈનનું સંપુર્ણ પાલન કરવાની સાથે ચાર્તુમાસના ચાર મહિના દરમ્યાન યથા શકિત ધર્મ આરાધના કરી પ્નભુ ભકિતમાં લીન બનવા જણાવ્યુ હતુ. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ગામના દાનવીર શેઠશ્રી અનસનવ્રતધારી શ્રી ડુંગરશીભાઈ વોરા પરિવારે બે દાયકામાં જેટલું વિવિધ ક્ષેત્રે જે દાન કરયુ છે અનેશ્રી નવીનાળ જૈન સંધ ધ્વારા તેમના નામની તકતી ઉપાશ્રયમાં લગાવી તે બદલ તેની અનુમોદના કરી હતી. પ.પૂ. તારાચંદ મુનિ મ.સા.એ માંગલીક ફરમાવ્યુ હતુ. અને પ્નવચનમાં જણાવ્યુ હતુ કે આપણને આ મહામુલો મનુષ્ય ભવ મલ્યો છે તેનો સદ્ ઉપયોગ કરી ચાર્તુમાસના દરમ્યાન ધાર્મિક કાર્યો કરી ,તપસ્યા કરી આ ભવ સુધારવા કહયુ હતુ. આ પ્નસંગે મહાસંધના પ્નમુખ શ્રી વિનોદભાઈ મહેતા, નવીનાળ સંધના ટ્રસ્ટી શ્રી જંયતભાઈ વોરા, શ્રી પ્નેમચંદભાઈ વોરા,શ્રી મોરારજીભાઈ વોરા,શ્રી જંયતીલાલભાઈ વોરા,દાતા પરિવારના શ્રી મનિષભાઈ વોરા, શ્રી નિલેશભાઈ વોરા, શ્રીમતી ખીલતીબેન વોરા, ગામના સરપંચ શ્રી ગજુભા જાડેજા, ગામના આગેવાન શ્રી ધીરૂભા જાડેજા અને ગામના અને બહારગામથી પધારેલા જૈન સમાજના લોકો હાજર રહયા હતા. આ પ્નસંગે શ્રી તારાચંદભાઈ છેડા અને શ્રી વિનોદભાઈ મહેતાનું માળા પહેરાવી શાલ ઓઢાડીને શ્રી સંધ ધ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. સંચાલન અને આભારવિધી શ્રી અશ્વીનભાઈ સૈયાએ કરી હતી.
રિપોર્ટ :- અજય ખત્રી
