સુરત જિલ્લામાં તા.૧૧થી ૩૦ જુલાઈ દરમિયાન ‘જનસંખ્યા સ્થિરતા પખવાડિયા’ની ઉજવણી

‘કુટુંબ કલ્યાણની સેવાઓ અને સામાન્ય નાગરિકની સમસ્યાઓ’ અંગે જિલ્લા પંચાયત ખાતે વર્કશોપ યોજાયો

સુરત: વિશ્વ વસ્તી દિનની ઉજવણી અંતર્ગત તા.૧૧ જુલાઈથી ૩૦ જુલાઈ દરમિયાન સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જનસંખ્યા સ્થિરતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે આરોગ્યકર્મીઓની ઉપસ્થિતિમાં કુટુંબ કલ્યાણની સેવાઓ અને સામાન્ય નાગરિકની સમસ્યાઓ અંગે વર્કશોપ યોજાયો હતો.

                 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હસમુખ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘હાલ કોવિડ-૧૯ ના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે, છતાં ગ્રામ્ય સ્તરે RTPCR ટેસ્ટીંગમાં વધારો કરવો જરૂરી છે. સી.એચ.સી. સેન્ટરો પર વેક્સીનેશનને લગતી સુવિધાઓ વધારવા પર તેમણે ભાર મૂક્યો હતો. દરવર્ષે ૧૧ જુલાઈથી ૨૪ જુલાઈ દરમિયાન ઉજવાતા જનસંખ્યા સ્થિરતા પખવાડિયું આ વર્ષે ૧૧ જુલાઈથી ૩૦ જુલાઈ દરમિયાન ઉજવાશે. જેમાં સહભાગી થઈને ગ્રામજનોમાં આ અંગેની જાગૃત્તિ આણવા અભિયાનથી જોડવા અનુરોધ કર્યો હતો.

              અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એમ.એમ.લાખાણીએ આરોગ્ય શાખા સાથે સંકળાયેલ તમામ સુપ્રિન્ટેન્ડન્ટસ, SDH પ્રોગ્રામ અધિકારીઓને કુટુંબ કલ્યાણ અને આરોગ્યને લગતી ઝુંબેશ માત્ર પખવાડીયા માટે જ નહી, પરંતુ સંપૂર્ણ વર્ષ દરમિયાન શરૂ રહે એ સ્તરે કામગીરી કરવા જણાવ્યું હતું.

           વર્કશોપમાં જિલ્લા R.C.H. અધિકારી પિયુષ શાહ, જિલ્લા IEC અધિકારી મુકેશભાઈ ભટ્ટ અને સુપ્રિટેન્ડેડ, S.D.H. અને C.H.C.પ્રોગ્રામ અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *