સુરત જિલ્લાના પલસાણા ખાતે આયોજિત ‘સુરત પ્રશિક્ષણ વર્ગ’માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલજી વિશેષ રૂપે ઉપસ્થિત

સુરત જિલ્લાના પલસાણા ખાતે આયોજિત ‘સુરત પ્રશિક્ષણ વર્ગ’માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલજી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રશિક્ષણ વર્ગમાં મોટી સંખ્યામાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો અને ઉત્સાહી કાર્યકર્તાઓ સહભાગી થયા હતા.

કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલજી એ કાર્યકર્તાઓને સંગઠનની મજબૂતી અને રાષ્ટ્રનિર્માણમાં તેમની ભૂમિકા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને સમર્પિત ભાવે કામ કરવા આહ્વાન કર્યું હતું. આ સાથે જ તેમણે જળ સંચય અને ‘કેચ ધ રેન’ અભિયાન અંતર્ગત પાણીના ટીપે-ટીપાંના બચાવ અંગે લોકોમાં જાગૃતિ લાવવા પર ખાસ ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, પ્રશિક્ષણ અભિયાન ના સંયોજક શ્રી કે સી પટેલ, શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ તથા ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *