વિવિધ સેવાકીય કાર્યક્રમો દ્વારા જન્મદિવસની ઉજવણી કરતા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ
પંચદેવ મંદિર પાસે આવેલા ‘સહાય વન’માં ગત વર્ષે વાવેલા ૧૦૦૦ વૃક્ષોની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે રક્ષા સૂત્ર બાંધી ‘વૃક્ષ પૂજન‘ કરતા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ

મૂકબધિર બાળકો સાથે જન્મદિનની ઉજવણી, દિવ્યાંગોને સાયકલ સહાય વિતરણ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે કુસુમબા અન્નક્ષેત્રમાં મીઠાઈ વિતરણ સહિતના કાર્યક્રમ યોજાયા
પેથાપુર- રાંધેજા હાઈવે પર મહારાણા પ્રતાપ સર્કલ પાસે ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું

પેથાપુર- રાંધેજા હાઈવે પર મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવીન સ્ટ્રીટ લાઈટનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ
શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, સંગઠન અને મહાનગરપાલિકાના ભાજપાના પદાધિકારીઓ, આગેવાનો, અગ્રણીઓ, મોટી સંખ્યામાં કાર્યકરો તથા શુભેચ્છકો વિવિધ કાર્યક્રમમાં સહભાગી થયા

ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે વિવિધ સેવાકીય કાર્યક્રમો દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી.
ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષે સેક્ટર-૨૨ ખાતે પંચદેવ મંદિર પાસે આવેલા ‘સહાય વન’ ખાતે ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આજે સહાય વન ખાતે ‘વૃક્ષ પૂજન’ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રીમતી રીટાબેન પટેલે રક્ષા સૂત્ર બાંધી વૃક્ષનું પૂજન કર્યું હતું. ઉપસ્થિત સૌ કાર્યકરો અને શુભેચ્છકોએ સહભાગી થઈ તમામ ૧૦૦૦ વૃક્ષોને રક્ષા સૂત્ર બાંધ્યું હતું. સેક્ટર-૨૮ સ્થિત સમર્પણ મૂકબધિર શાળા ખાતે મૂકબધિર બાળકો સાથે ધારાસભ્યશ્રીએ જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે દિવ્યાંગ લાભાર્થીઓને સાયકલ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે કુસુમબા અન્નક્ષેત્રમાં મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ સહિત આગેવાનો અને કાર્યકરોએ દર્દીના સગાઓને ભોજન પીરસવાની સેવા પણ કરી હતી. પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને આગળ ધપાવતા પેથાપુર- રાંધેજા હાઈવે પર મહારાણા પ્રતાપ સર્કલ પાસે ૧૦૦૦ વૃક્ષોના વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ પેથાપુર- રાંધેજા હાઈવે પર મહારાણા પ્રતાપ સર્કલ પાસે નવીન સ્ટ્રીટ લાઈટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલના જન્મદિવસ અંતર્ગત આયોજીત વિવિધ કાર્યક્રમોમાં શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, સંગઠન અને મહાનગરપાલિકાના ભાજપાના પદાધિકારીઓ, આગેવાનો, અગ્રણીઓ, મોટી સંખ્યામાં કાર્યકરો ત