પ્રધાનમંત્રીએ બારાબંકીમાં થયેલ માર્ગ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રીય રાહત કોષમાંથી સહાયની જાહેરાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના બારાબંકીમાં થયેલ માર્ગ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “યૂપીના બારાબંકીમાં થયેલ માર્ગ અકસ્માતના સમાચારથી બહુ દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારોની સાથે મારી સંવેદનાઓ છે. હમણાં મુખ્યમંત્રી યોગીજી સાથે પણ વાત થઈ છે. દરેક ઈજાગ્રસ્ત લોકોના યોગ્ય ઉપચારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.” પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિજનોને બે લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાની અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વીટમાં કહેવાયું છે, “પ્રધાનમંત્રી @narendramodi એ જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી બારાબંકીની દુઃખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાના પરિજનોને બે લાખ રૂપિયાની અનુગ્રહ રકમ આપવામાં આવશે. ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *