ગાંધીજંયતિ નિમિત્તે ગુજરાત રાજ્ય જીઆઈડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂત દ્વારા ખાદી ખરીદીનો સામુહિક કાર્યક્રમ ગાંઘી નીકેતન સમોડા ગ્રામોદ્યોગ ભંડાર સિધ્ધપુર મુકામે યોજાયો જેમાં સરકાર દ્વારા ગાંધીજયંતિ નિમિત્તે ૩૦% કન્સેશન તેમજ વિશેષ મા ઉપસ્થિત રહેલા કાર્યકરો માટે ચેરમેન તરફથી વધુ ૧૦% કન્સેશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે બોલતાં બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અને સ્વદેશી ચીજ વસ્તુ ખરીદવાની વિચારસરણીને સમર્થન કરતાં આજે ગાંધી જયંતી નિમિત્તે વધુમાં વધુ ખાદી ખરીદવી જોઈએ અને સરકાર તરફથી આપવામાં આવતા ડિસ્કાઉન્ટ નો લાભ લેવો જોઈએ ખાદીનું કાપડ પહેરવુ વ્યક્તિગત અને જાહેર આરોગ્ય માટે પણ ઉત્તમ છે.
કાર્યક્રમમા જીલ્લા ઉપપ્રમુખ જસુભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, ચીનુભાઈ બ્રહભટ્ટ, અશોકભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, પ્રમોદભાઈ પટેલ, દશરથજી રાજપૂત, કાનજીભાઈ દેસાઈ, પ્રકાશભાઈ પટેલ (પેરેડાઇઝ), પરેશભાઈ ઝાલા, રોહિતભાઈ પંચોલી, સુરપાલસિંહ રાજપુત ,અંકુરભાઈ ત્રિવેદી, જે.ડી પટેલ, ભાવેશભાઈ રાજ્યગુરૂ, રણજીત ચૌહાણ, સુનીલભાઈ ઠાકર,તેમજ મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો હાજર રહ્યા હતા..



