કેન્દ્રીય મંત્રીમંડળે 01.07.2021ની અસરથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને પેન્શન માટે મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો જારી કરવા મંજૂરી આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને પેન્શનર્સને મોંઘવારી રાહત (ડીઆર)નો વધારાનો હપ્તો તા. 01.07.2021ની અસરથી જારી કરવા માટે મંજૂરી આપી છે. જેમાં મોંઘવારી સામે રાહત આપવા માટે બેઝિક પે/પેન્શનના હાલના 28%માં 3%નો વધારો કરવામાં આવ્યો છે. આ વૃદ્ધિ સ્વીકૃત ફોર્મેટ અનુસાર છે, જે સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે. મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેના કારણે રાજકોષ પર સંયુક્ત પ્રભાવ 9488.70 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ જેટલો થશે. તેનાથી લગભગ 47.14 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનર્સને ફાયદો થશે.




