પુસ્તક એ સાચો મિત્ર છે જે આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. – શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

“કલમનો કાર્નિવલ “૨.૦  પુસ્તક મેળામાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ની પ્રેરક ઉપસ્થિતિ

મદાવાદના  નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા કલમનો કાર્નિવલ” ૨.૦ પુસ્તકના પર્વ નું શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી હસ્તે ખુલ્લો મુકાયો હતો.આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા આ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે,જે ખૂબ જ  આનંદની વાત છે .. આજની યુવાપેઢી સુધી આ  સાહિત્ય પહોંચે અને આપણા સમૃદ્ધ ગુજરાતી સાહિત્યને વાંચે એ એ ખૂબ જ જરૂરી છે.        તેમણે કહ્યું કે, પુસ્તક એ સાચા મિત્ર છે…જે આપણને જીવન જીવવાની સાચો રાહ બતાવે છે,  પુસ્તકોમાં એટલી શક્તિ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે અંદરથી અનેક પ્રશ્નો મૂંઝવે એનો જવાબ પણ એને પુસ્તક પાસેથી મળી શકે છે અનેક સમસ્યાઓ ના જવાબ પુસ્તકોએ પોતાના  જ્ઞાનના અખૂટ ભંડાર થકી  સમાવી રાખ્યા છે…માટે દરેક લોકોએ વાંચન કરવું જોઈએ.  મંત્રીશ્રીએ કહ્યું કે આ પુસ્તક મેળામાં 4000 જેટલા લેખકોના હિન્દી ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો સામેલ છે અને ૧૫૦ થી ૨૦૦ વર્ષ જૂના પુસ્તકો પણ છે…જેનો લાભ લેવા માટે તેમને સૌ કોઈને અપીલ કરી હતી. મંત્રીશ્રી એ પુસ્તક પ્રદર્શન નિહાળ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી.ઉલ્લેખનીય છેકે, “કલમનો કાર્નિવલ”  પુસ્તક પર્વ ૧૦  થી ૨૭ ડિસેમ્બર સુધી સવારના ૧૦ થી રાતના ૧૦ સુધી ચાલુ રહેશે.  આ પુસ્તક પર્વમાં RJદેવકી, અંકિત ત્રિવેદી, ડો. શરદ ઠાકર, રાજ ભાસ્કર, દેવેન્દ્ર પટેલ, સહિત ખ્યાતનામ લેખકો – કવિઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *