ગુજરાત ભાજપ મંત્રી મહેશ કસવાલા દ્રારા લિખિત પુસ્તક ઋણાનુબંધ નું વિમોચન ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના કરકમળો થી કરવામાં આવ્યું.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબે પુસ્તક નું વિમોચન કરતા કહયું કે મહેશભાઈ કસવાલા એ ડોક્યુમેન્ટ્રી બનાવ્યું પણ ડોક્યુમેન્ટ્રી બનવા માટે વધારે અગત્ય નું એ છે કે તે તૈયાર કરવા માટે મસાલો જોઈએ એનો અર્થ એ છે કે મહેશભાઈ એ આખા ગુજરાત એકમ માં કામ કર્યું અને એમને જ આ વિચાર આવ્યો. બાકી ના લોકો એ કામ કર્યું હશે પણ કોઈને વિચાર આવ્યો નહિ. ડોક્યુમેન્ટ્રી બનાવવાનો વિચાર જ એને આવે જેની પાસે તેની માહિતી હોય. આ કામ માટે હું મહેશભાઈ કસવાલા જી ને અભિનંદન પાઠવું છું. પ્રદેશ ભાજપ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા એ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા તરીકે માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની ઉપસ્થિતી માં મેં માન પ્રદેશ અધ્યક્ષ પાસેથી જે પ્રેરણા લીધી છે તે પ્રમાણે કાર્યકર્તા જે રીતે પાર્ટી એ આપેલા કર્તવ્ય પથ પર જે રીતે કામ કરતો હોય છે એ અંતર્ગત એક વર્ષ ની અંદર થયેલા ની તે પછી કોરોનાકાળ દરમિયાન થયેલી કામગીરી હોય, સૌરાષ્ટ્ર માં તાઉતે વાવાઝોડું હોય ત્યારે ગરીબો ના આંસુ લુછવાનો પ્રયાસ જે કર્યો છે તેમજ પક્ષ ના અન્ય કાર્યક્રમો ની વિગતો સાથે નું ડોક્યુમેન્ટેશન તૈયાર કર્યું છે.

રિપોર્ટ રાકેશ ક્ષત્રિય

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *