આમોદરના સરકારી આયુર્વેદિક દવાખાનામાં ૨૦ જેટલા દર્દીઓની પગના થાપાના શીરના ઘસારા/ સુકારાની થઈ રહી છે સારવાર

ગુજરાતમાં આ અસ્થી વિષયક રોગની આયુર્વેદિક સારવાર કદાચ આ એકમાત્ર આયુર્વેદિક દવાખાનામાં થઈ રહી છે….

લોપેથીક ચિકિત્સા પદ્ધતિ એ રોગને એવાસ્કુલર નેક્રોસિસ તરીકે ઓળખે છે. તેમાં પગના થાપાના ટોચના ભાગ એટલે કે શિરના ભાગમાં ઘસારા/ સુકારા ના લીધે ખૂબ વેદના અને શારીરિક તકલીફો સહન કરવી પડે છે. તેનો ઉપાય મોટેભાગે જોઇન્ટ રિપ્લેસમેંટ પ્રકારની ખર્ચાળ શસ્ત્રક્રિયા છે.વડોદરા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા સંચાલિત આમોદર ના સરકારી આયુર્વેદ દવાખાનામાં ડો.હિરેન ઠક્કર દ્વારા આયુર્વેદિક પદ્ધતિ થી તેના ઉપચારની પહેલ કરવામાં આવી છે અને સારા પરિણામો મળી રહ્યાં છે એ આનંદની વાત ગણાય.હાલમાં ૨૦ જેટલા દર્દીઓ આ અસ્થી વિષયક વ્યાધિનો ઉપચાર કરાવી રહ્યાં છે તેવી જાણકારી આપતાં ડો.હિરેન ઠક્કરે કહ્યું કે ગુજરાતમાં કદાચ એકમાત્ર અમારાં દવાખાનામાં આ રોગના આયુર્વેદિક ઈલાજ ની પહેલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સારવાર હેઠળના બે થી ત્રણ દર્દીઓ તો હવે પલાંઠીવાળી ને બેસી શકાય એટલા સાજા થઈ ગયા છે.તેમના રેડિયોલોજીકલ રિપોર્ટમાં પણ સકારાત્મક પરિણામો જોઈ શકાય છે. જે દર્દીઓ ને ઉપચારમાં લાબા સમય સુધી જીવન રક્ષણ માટે સ્ટીરોઇડયુક્ત દવાઓ આપવી જરૂરી બને છે,ઘણા સમય થી આમવાત – આર્થરાઈટિસ ની અસર સહિત ઘણાં પરિબળો આ ઘસારા કે સૂકારા માટે જવાબદાર હોઈ શકે છે. અમે તેની આયુર્વેદિક સારવાર શરૂ કરી અને સારા પરિણામો મળી રહ્યાં છે. આયુર્વેદમાં આ પ્રકારની વ્યાધિઓના ઉપચારો સૂચવવામાં આવ્યા જ છે. તેને અટકાવવા માટે આહાર વિહારની તકેદારીઓ જણાવવામાં આવી છે.તેનો અમલ કરવાની જરૂર છે.ડો.ઠક્કર અને તેમના સાથીદારોએ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોશી સાથે પરામર્શ અને માર્ગદર્શન હેઠળ તેના અમલની પ્રેરક પહેલ કરી છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM