સા. કાં. કોંગ્રેસ માં ગાબડુ ખેડબ્રહ્મા પાલિકા પ્રમુખ સહિત સદસ્યો ભાજપ માં જોડાયા


હિંમતનગર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય માં જિલ્લા પ્રમુખ જે.ડી.પટેલ, જિલ્લા પ્રભારી ભરતભાઇ આર્ય ની ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા પાલિકા પ્રમુખ સહિત કેટલાક કોંગ્રેસના સા સદસ્યો ભાજપ માં જોડાયા હતા જેમાં સાગરકુમાર પોપટભાઈ પટેલ – ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ, વણઝારા ઈશ્વરભાઈ બાબુભાઈ – ખેડબ્રહ્મા નગરપાલિકા દિવાબત્તી ચેરમેન
પ્રજાપતિ મીનાબેન ભાગચંદ ભાઈખેડબ્રહ્મા નગરપાલિકા ટાઉન હોલ સમિતિ ચેરમેન, સોની પુષ્પાબેન પુખરાજ ભાઈ – ગુમાસ્તાધારા સમિતિ ચેરમેન ખેડબ્રહ્મા નગરપાલિકા નાઓ ભાજપમાં જોડાયા. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, કનુભાઈ પટેલ, તેમજ સાબરડેરીના ડિરેક્ટર બ્રિજેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *