દિવાળીના પાવન પર્વ અને નૂતન વર્ષના પ્રારંભ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત મહાનગરની તમામ ૧૨ વિધાનસભા બેઠકોમાં પક્ષના કાર્યકર્તાઓ, આગેવાનો અને હોદ્દેદારો માટે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિધાનસભા વિસ્તારોમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ, સાંસદ શ્રી , નાયબ મુખ્યમંત્રી શ્રી, મંત્રી શ્રી, ધારાસભ્ય શ્રી ઓ સંગઠનના હોદ્દેદાર શ્રીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મજૂરા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉપસ્થિત રહ્યા હતા.

ઉધના વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ અને શહેર મહામંત્રી શ્રી દુર્ગા પ્રસાદ પાંડે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કામરેજ વિધાનસભા વિસ્તારમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલે કાર્યકર્તાઓ સાથે દિવાળીની શુભેચ્છાઓની આપ-લે કરી હતી.
તેવી જ રીતે કતારગામ વિધાનસભા વિસ્તારમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયા ની સાથે સુરત લોકસભા ના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સાહેબ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે સંગોષ્ટિ કરી હતી સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા તથા સુરત ઉત્તર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર અને શહેર મહામંત્રી શ્રી વિરલ ભાઈ ગિલિટ વાળા ઉપસ્થિત રહ્યા હતા.
વરાછા વિધાનસભા વિસ્તારમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી કિશોરભાઈ કાનાણી (કુમાર), કરંજ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીની સાથે પણ સુરત લોકસભા ના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ ને નવા વર્ષની ઉજવણીની શુભેરછા ઓ આપી હતી ત્યારે લિંબાયત વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ તથા ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલન કર્યું હતું.

આ ઉપરાંત ભાજપ સુરત મહાનગરના શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલે ઉધના, મજૂરા તેમજ લિંબાયત વિધાનસભા વિસ્તારોના સ્નેહમિલન કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી. સુરત લોકસભાના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ કતારગામ તેમજ કરંજ વિધાનસભા વિસ્તારોના સ્નેહમિલન કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.
સુરત મહાનગરની તમામ વિધાનસભા બેઠકોમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને સભ્યો, વિસ્તારના ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરો, વોર્ડ સંગઠનના પ્રમુખો અને મહામંત્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
દિવાળીના પર્વની ખુશીઓ અને નૂતન વર્ષની શુભકામનાઓની આપ-લે સાથે યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમોમાં પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ પરસ્પર આત્મીયતાભર્યું મિલન કર્યું હતું. સમગ્ર સુરત મહાનગરમાં એકસાથે તમામ વિધાનસભા વિસ્તારોમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં ભાજપના સંગઠનના વિવિધ સ્તરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉત્સાહભેર ઉપસ્થિતિ જોવા મળી હતી.