વડોદરામાં વડાપ્રધાનશ્રીની પરીક્ષા પે ચર્ચામાં કૂલ ૫૫૨૨૨ છાત્રોએ ભાગ લીધો

સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર સહિત ૮૨૭ શાળાઓમાં ૪૯૫૫ શિક્ષકો, ૧૧૭૩૧ વાલીઓ સહભાગી બન્યા

વડોદરા,

આજે પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ થી  દેશભરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરીને છાત્રોનો ઉત્સાહ વધાર્યો અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે વેળા એ કલેકટર શ્રી અતુલ ગોર ,જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ સાવલી તાલુકાની મંજુસર  સરકારી શાળામાં વિદ્યાર્થીઓ સાથે આ કાર્યક્રમમાં  સહભાગી થયા હતા.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં છાત્રોને એવી જ શીખ આપી હતી કે, કોઇ પણના જાતના તણાવ, ચિંતા કે ભય રાખ્યા વીના પરીક્ષા આપવી જોઇએ. છાત્રોએ તેમની કારકીર્દિ પ્રત્યે અત્યારથી જ સજાગ થઇ તૈયારીઓ કરવી જોઇએ.

ધારાસભ્યશ્રી કેતન ઈનામદાર બી.આર.સી ભવન સાવલી, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ડભોઇ તાલુકાની મારેઠા પ્રાથમિક શાળા, ધારાસભ્યશ્રી મધુભાઈ શ્રીવાસ્તવ વાઘોડિયા કુમાર શાળા, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ કોન્વેન્ટ સ્કૂલ, ફતેગંજ, ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે ઊર્મિ સ્કૂલ, ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ બી.આર.સી ભવન, કરજણ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઈ પટેલ ગોરિયાદ પ્રાથમિક શાળામાં, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી રામભાઇ રાઠોડ બી.આર.સી ભવન, કરજણમાં  સહભાગી થયા હતા.

સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર સહિત ૮૨૭ શાળાઓમાં ધોરણ છ થી આઠ અને ધોરણ ૯થી ૧૧ના કૂલ ૫૫૨૨૨ છાત્રો સહિત ૪૯૫૫ શિક્ષકો, ૧૧૭૩૧ વાલીઓ અને ૭૬ જેટલા મહાનુભાવોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શહેર અને જિલ્લામાં ૧૫૯ શાળાઓમાં મોટા પરદા ઉપર આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM