વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા મફત મેગા મેડિકલ કેમ્પનું આયોજન

તમામ રોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા વિશ્વ્ આરોગ્ય દિવસ નિમિત્તે 7 થી 30 એપ્રિલ’22 સુધી નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મેડિસિન, સર્જરી, સ્ત્રી રોગ, બાળકોના રોગ, નાક-કાન- ગળા, આંખ, હાડકા, શ્વાસના રોગો, ચામડીના રોગો અને માનસિક રોગોની તપાસ અને સારવાર માટે જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન મળશે. સોનોગ્રાફી, એક્સ-રે, ઈસીજી, સુગર, પેશાબ, ક્રિએટિનિન, બિલીરૂબિન વગેરે બેઝિક ટેસ્ટ્સ-તપાસ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. અને અન્ય ટેસ્ટ રાહતદરે કરી આપવામાં આવશે. આ ઉપરાંત ઓડીયોમેટ્રી(કાનમાં સાંભળવાની તપાસ) અને મોતિયાનું ઓપરેશન પણ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 9979849537 પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જીસીએસ હોસ્પિટલમાં તમામ જનરલ સ્પેશિયાલિટી માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન ઉપલબ્ધ છે અને આયુષ્માન ભારત યોજના (PMJAY) અંતર્ગત સારવાર-સર્જરી નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. જીસીએસ હોસ્પિટલ એ 1000-બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ
સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM