



























રાજય સરકારશ્રી ધ્વારા અમલીકૃત અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓ તથા વહીવટ પ્રત્યે પ્રજાના પ્રશ્નોનું ન્યાયીક ચોકકસ તથા ઝડપી ઉકેલ આવે તેમજ રાજ્યના વહીવટમાં પારદર્શીતા વધે તે હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી યોજનાઓનો સંલગ્ન વિભાગો ધ્વારા સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તે હેતુસર તા . ૦૯/૦૪/૨૦૨૨ ના રોજ સવારે ૦૯:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમ્યાન રુસ્તમપુરા કોમ્યુનીટી હોલ , આશાપૂરી માતાનો ટેકરો , તરુણકુંડની બાજુમાં , રુસ્તમપુરા , સુરત ખાતે સુરત મહાનગરપાલિકા ધ્વારા આઠમાં તબક્કાના પ્રથમ ” સેવાસેતુ કાર્યક્રમ ” નું આયોજન કરવામાં આવેલ હતું , ‘ સેવાસેતુ કાર્યક્રમમાં ” ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે સેવાસેતુ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ . ” સેવાસેતુ કાર્યક્રમ ” માં ઉપસ્થિત મ્યુનિસિપલ સદસ્યશ્રી દિપેનભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધન અને આવકાર પ્રવચન આપતા જણાવ્યું હતું કે ” સેવાસેતુ કાર્યક્રમમાં ” સામાન્ય લોકોનો , ગરીબ લોકોને વંચિત છેવાડાના લોકોને સરકારી યોજનાનો લાભ લેવા માટે અલગ- અલગ જગ્યાએ જવું પડતું હતું તે ને બદલે એક જ છત નીચે વિવિધ સેવાઓ / લાભ ઉપલબ્ધ થાય છે વિવિધ યોજનાઓ લાભ સરળતાથી સેવાસેતુ કાર્યક્રમમાં એક જ સ્થળેથી મળી રહે એ પ્રકારનું અદભુત આયોજન છે . જેમાં વધુમાં વધુ લોકો લાભ મેળવે તેવી અપીલ કરી હતી . ” સેવાસેતુ કાર્યક્રમમાં ” કાર્યક્રમમાં ઉપસ્થિત માન . ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે ” શહેરના ગરીબ વર્ગ તેમજ જરૂરિયાત મંદ લોકોને સરકારશ્રીની જુદી – જુદી સેવા માટે અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું તે તમામ સેવાઓ એક જ જગ્યાએ એક જ સ્થળે સરકારના અધિકારીઓ કર્મચારીઓ લોકો વચ્ચે હાજર રહીને તેમના વિભાગની લગતી યોજનાઓ લાભ પ્રાપ્ત કરે છે સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની 56 પ્રકારની સેવાઓ એક જ જગ્યાએ પૂરી પાડીને જરૂરિયાત મંદ લોકો સુધી ” સેવાસેતુ કાર્યક્રમ ” દ્વારા આપવામાં આવે છે . વધુમાં કાર્યક્રમમાં ઉપસ્થિત માન.ડેપ્યુટી મેયરશ્રી દિનેશભાઈ જોધાણી જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોને લાભ લેવા ખૂબ જ મુશ્કેલી પડતી હતી તે જરૂરી સુવિધાઓ હાલ સેવાસેતુના સ્થળેથી સરળતાથી મળી રહે છે પહેલા લોકોને અલગ અલગ કચેરીમાં ધક્કા ખાવા પડતા હતા તેના માટેનું આ ઉત્તમ પ્રકારનું પ્લેટફોર્મ પૂરો પાડવામાં આવે છે , ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ જન જન સુધી પહોંચે અને સેવા સેતુ કાર્યક્રમ થકી સરળતાથી અમલ થાય તે માટે સૌના પ્રયત્ન હોય છે . લોકોના પ્રશ્નોનું એક જ સ્થળેથી નિરાકરણ થાય છે . કાર્યક્રમમાં માન , મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલા તેમજ વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ અને મ્યુ.સદસ્યશ્રીઓએ હાજર રહી લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા . ” સેવાસેતુ કાર્યક્રમ ” માં વિવિધ વિભાગો જેવા કે મેહસુલ વિભાગ , સમાજ કલ્યાણ વિભાગ , સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટ , સમાજ સુરક્ષા વિભાગ , પુરવઠા વિભાગ તથા સુરત મહાનગરપાલિકાના ગુમાસ્તા વિભાગ , વ્યવસાય વેરા વિભાગ , આકારણી વસુલાત / પ્રોપર્ટી ટેક્ષ વિભાગ , આર.સી.એચ.વિભાગ , વિવિધ બેંકો વગેરે ધ્વારા દિવસ દરમ્યાન કુલ 905 લાભાર્થીઓએ આવકનો દાખલો , ક્રીમીલેયર સર્ટી , પંચનામાં , ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર , વિધવા સહાય , વૃદ્ધ સહાય , માનવ કલ્યાણ યોજના , મા વાત્સલ્ય કાર્ડ , મા અમૃતમ કાર્ડ જેવી વિવિધ રજૂઆતોનો સ્થળ નિકાલનો લાભ મેળવેલ . તે સંદર્ભ લોકો ઘણી પ્રસન્નતાની લાગણ । કરતા જોવા તેમજ સ્થળ પરથી રજુઆતોના નિકાલ માટેના આ ‘ સેવાસેતુ કાર્યક્રમના આયોજન બદલ વિસ્તારના રહીશો ધ્વારા ખુબ જ પ્રેરક પ્રતિસાદ મળેલ છે

