ગાંધીનગર મહાનગર વોર્ડ નં.૯ના ભાજપાના જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ

પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ તેમજ પરમ પૂજ્ય પી.પી.સ્વામીજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો ઉદ્ઘાટન સમારોહ

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, તા. ૧૯ મે ૨૦૨૨, ગુરૂવારના રોજ ગાંધીનગર મહાનગર વોર્ડ નં.૯ના ભાજપા જનસંપર્ક કાર્યાલય(સરનામું:શોપિંગ સેન્ટર, સે.૨)નું ઉદ્ઘાટન પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ તેમજ પરમ પૂજ્ય બીપી સ્વામીજીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણા, ડૅ.મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, મહામંત્રીશ્રી ગૌરાંગ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સંગઠનના હોદ્દેદારો, અગ્રણીશ્રીઓ, કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સંગઠનના સર્વે પદાધિકારીઓ, તમામ નગરસેવકો તેમજ કાર્યકર્તાઓને જનતાના સ્થાનિક પ્રશ્નો અંગે અવિરતપણે જાગૃત રહી સતત કાર્યશીલ રહેવા માટે અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રત્યેક લાભાર્થી મેળવે તે સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું તેમજ સંગઠન અને નગરસેવકોની પ્રજાલક્ષી કામગીરીને બિરદાવી હતી. પરમ પૂજ્ય પી.પી.સ્વામીજીએ આશીર્વચન પાઠવી ઉપસ્થિત સૌને જનતાની સેવામાં સતત પરોવાયેલા રહી જનતાના હિતના વધુ ને વધુ કામ કરવા માટે જણાવ્યું હતું.

વોર્ડ નં.૯ ના જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વોર્ડ સંગઠનના ભાજપાના પ્રમુખશ્રી કમલેશ બેંકર તથા હોદ્દેદારો અને જનતાના આશીર્વાદથી નગરસેવક તરીકે ચૂંટાયેલા રાજુભાઇ પટેલ, ડૉ. સંકેત પંચાસરા, અલ્પાબેન પટેલ, શૈલાબેન ત્રિવેદીએ સતત સક્રિય રહીને વોર્ડમાં રહેતા નાગરિકો માટે મક્કમતાથી કાર્ય કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *