
લોકડાઉન અને અનલોક દરમ્યાન વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે પાટણના જાણીતા સામાજિક કાર્યકર અને પાટણ નગરપાલિકા ના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા એ લોકડાઉન અને અનલોક દરમ્યાન કોરોના મહામારી અંગે જન જાગૃતિના ચિત્રો તેમજ દેશના મહાનુભાવો, સામાજિક અને રાજકીય આગેવાનો ના ચિત્રો બનાવી પાટણમાં ચિત્રકાર તરીકે લોકપ્રિયતા મેળવેલ છે. તેઓએ લોકડાઉન દરમ્યાન પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ શ્રી અને ગુજરાત રાજ્યના શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના માનનીય કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી ને ગાંધીનગર ખાતે માનનીય મંત્રીશ્રીના કાર્યાલયમાં રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી શ્રી જીતુભાઈ વાઘાણી નું દોરેલ પેન્સિલ સ્કેચ ફોટો આપી અને શાલ ઓઢાડીને તેઓનું સન્માન કર્યું હતુ આ પ્રસંગે પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના આઈ ટી વિભાગના સહ પ્રભારી પરેશભાઈ મકવાણા અને ધી રોહિત સમાજ સહકારી મંડળી લિ.પાટણ ના ચેરમેન અશોકભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. રાજેન્દ્ર કે. હિરવાણીયા એ લોકડાઉન દરમ્યાન પ્રદેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ, ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, અમદાવાદ સાંસદ ડૉ.કિરીટભાઇ સોલંકી, વિશ્વ વિખ્યાત સંગીત બેલડી નરેશ મહેશ કનોડિયા વિગેરે સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ દેશના મહાનુભાવો ના પેન્સિલ સ્કેચ ચિત્રો બનાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ચિત્રકાર તરીકેની પણ નામના મેળવેલ છે.