કચ્છમાં વૃક્ષારોપણ તેમજ રોપા વિતરણના કાર્યક્રમો થયા

કચ્છ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ઉજવણી દરમ્યાન લોકોને પર્યાવરણનું મહત્વ સમજાવામાં આવ્યું

ન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ તેમજ રોપા વિતરણના  કાર્યક્રમ અંતર્ગત ભુજ રેન્જના સુખપર ગામના સ્મશાન ખાતે કિશાન મોરચાના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ/બહેનો તથા ગ્રમાજનોએ લાભ લીધેલ. આ કાર્યક્રમ દરમ્યાન વૃક્ષારોપણ તેમજ લોકોને રોપા વિતરણ પણ કરવામાં આવેલ હતુ સાથે સાથે કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ પણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ તેમજ રોપા વિતરણના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હતા.   જે પૈકી ભચાઉમાં      HAK-STEEL Company , સામખીયારી ખાતે માંડવી  મહાદેવ મંદિર – રાજપર, અંજાર        નગરપાલીકા – અંજાર, કોર્ટ કેમ્પસ  – અંજાર, નલીયા-જીએમડીસી – નરેડી, મુન્દ્રા-વિસરી માતાજીનું મંદિર – મોટી ભુજપર,    નખત્રાણા-હાઈસ્કુલ – રવાપર, રાપર -ગ્રામ સ્વરાજ સંઘ –  નીલપર, દયાપર પોલીસ સ્ટેશન – દયાપર ખાતે વૃક્ષારોપણ તેમજ રોપા વિતરણના કાર્યક્રમો થયા હતા. નાયબ વન સંરક્ષકશ્રી હરેશ મકવાણા દ્વારા લોકોને આ તકે જણાવ્યું હતું કે, “૫ જુન ૧૯૭૨ના રોજ સ્કોટહોમ ખાતે વિશ્વના દેશોનું સંમેલન યોજાવામાં આવેલ. જેમાં વિવિધ દેશોએ પર્યાવરણ અંગે ચિંતન કરેલ અને ત્યારબાદ ૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ. આ બેઠકનું સ્લોગન “Only One Earth” રાખવામાં આવેલ હતું. એટલે કે આ બ્રહ્માંડમાં અનેક ગેલેક્સીઓ, ગ્રહો, ઉપગ્રહો આવેલ છે પરંતુ જે પૃથ્વી પર આપણે રહીએ છીએ તે પૃથ્વી માત્ર એક છે. ૧૯૭૨ની પ્રથમ બેઠકને આજે ૫૦ વર્ષ પુરા થયેલ છે અને સમગ્ર વિશ્વ આજે પર્યાવરણનું મહત્વ સમજતું થયું  છે. આથી સમગ્ર વિશ્વમાં ૫ જુને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાઈ ગયો જે નિમિત્તે કચ્છ સામાજીક વનીકરણ વિભાગમાં વિવિધ રેન્જો દ્વારા અનેક વિવિધ પ્રવૃત્તિઓ થકી આ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં લોકોને સમજ આપવામાં આવી. માનવીની મહત્વાકાંક્ષાના લીધે તમામ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળના લીધે પૃથ્વી પરના પર્યાવરણનું સંતુલન ખોવરાયેલું છે. આપણે જે રીતે પૃથ્વી પરના વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરી રહ્યા છીએ તે જોતા જો સંતુલન જાળવવુ હોય તો આપણી પાસે ૧.૬ પૃથ્વીની જરૂર પડે પરંતુ પૃથ્વી માત્ર એક જ છે. કચ્છ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ઉજવણી દરમ્યાન લોકોને પર્યાવરણનું મહત્વ સમજાવામાં આવ્યું સાથે સાથે લોકોને વૃક્ષારોપણ તથા વૃક્ષઉછેરનું મહત્વ સમજાવામાં આવ્યું તથા પ્રદૂષકોના લીધે ઓઝોન સ્તરમાં થયેલ નુકશાન વિશે માહિતી આપવામાં આવી. એક અભ્યાસ પ્રમાણે દર વર્ષે ૭૦ લાખથી વધુ લોકોના પ્રદુષણના લીધે પ્રિ-મેચ્યોર મૃત્યુ થાય છે.” આથી હવે દરેકને જાગૃત બનવુ પડશે. તથા સૌ મળીને પર્યાવરણની કાળજી રાખતા થાય તે માટે નાયબ વન સંરક્ષકશ્રી હરેશ મકવાણા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓની સાપેક્ષે કચ્છ જિલ્લામાં વૃક્ષાછાદન ખૂબ ઓછું હોવાથી કચ્છ જિલ્લાને હરીયાળો બનાવવા નાયબ વન સંરક્ષકશ્રી દ્વારા આવનારા ચોમાસામાં લોકોને વૃક્ષ ઉછેર કરવા માટે અપીલ કરવામાં આવેલ છે. તથા સામાજીક વનીકરણ વિભાગની વિવિધ સ્થળોએ આવેલ નર્સરીમાંથી ચોમાસા દરમ્યાન કરવામાં આવતા રોપા વિતરણનું વધુને વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવે તેવી વિનંતી કરવામાં આવેલ છે.  જે કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન કારા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતિ મનિષાબેન પટેલ, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મંજુલાબેન પટેલ, કચ્છ જિલ્લાના કિશાન મોરચાના પ્રમુખ શ્રી પુરષોતમભાઈ પટેલ, સુખપર ગામના સરપંચશ્રી, સુખપર ગામના મૂકસેવક શ્રી નારણભાઈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત કિશાન મોરચાના મંત્રી શ્રી રાણસીભાઈ ગઢવી ઉપસ્થિત રહીને માર્ગદર્શન પુરૂ પાડ્યું  હતું

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM