જામજોધપુર ગાયત્રી મંદિર મુકામે દંત પજ્ઞ તેમજ નેત્રનિદાન કેમ્પ યોજાયો

જામ-જોધપુર ગાયત્રી મંદિર મુકામે શ્રી ગૌસેવા મંડળજામ – જોધપુરના સૌજન્ય થી વિનામૂલ્યે દંત પજ્ઞ તથા નેત્ર કેમ્પ યોજાયો હતો આ કાર્યકમમાં જામ-જોધપુર તાલુકાના વેપારી અગ્રણી તથા નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર શ્રી ગૌશાળા પ્રમુખ કાન્તીભાઈ રામોલીયા ભાજપ અગ્રણી અમુભાઈ વૈશ્નાણી વેપારી અગ્રણી પ્રભુદાસભાઈ સુતરીયાગાયત્રી પરિવારના શ્રી મલ્લી ભાઈ તથા સી.જે. સાપરીયા વગેરે ઉપસ્થિત રહેલ આ દંત યજ્ઞ કેમ્પમાં કુલ ૩૦ દર્દીઓને તપાસણી કરેલ અને ૩ દર્દીઓને રાહતદરે બત્રીસી બેસાડી દીધેલ તેમજ નેત્ર નિદાન કેમ્પમાં તેમન નેત્રનિદાન કેમ્પમાં ૧૮૦ દર્દીઓને તપાસી ૩૪ દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન માટે લઈ જવાયા હતા આ કેમ્પને સફળ બનાવવા ગાયત્રી પરિવારના ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *