વિશ્વ આરોગ્ય સંસ્થા તેમજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સંઘના સંયુક્ત ઉપક્રમે ૧૯૯૨થી દરવર્ષે ૧૦-ઓક્ટોબરના દિવસને “ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ “ તરીકે ઉજવવામાં આવે છે. મગજ અને માનસિક રોગોને લગતી સમસ્યાઓ અને વધતા જતા કેસો ને ધ્યાનમા લઇ જનજાગૃતીના કાર્યક્રમ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર (DLSA) દ્વારા તારીખ ૧૦-૧૦-૨૦૨૦ યોજાયેલ વેબ સેમીનાર સફળતા પૂર્વક સંપન્ન થયેલ છે.
સેમીનાર ના મુખ્ય વક્તાઓ તરીકે ડૉ. ચિંતન સોલંકી, M.D. (Psychiatrist) , PLV ટીમના શ્રી અનિલ કક્કડ અને જયરામ સોની એ તબીબી વિજ્ઞાન ના સિધ્ધાંતો, આર્થિક–સામાજિક પાસાઓ અને માનસિક વિકલાંગો ને મળતી સરકારી સહાયો અને તેની યોજનાઓ નો યોગ્ય સમન્વય કરી રજુ કરેલી શૈક્ષણિક માહિતી અને અધ્યતન વિગતો મુજબ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, વિશ્વભરમાં 350 કરોડથી વધુ લોકો માનસિક તાણથી પીડિત છે. હાલમાં ઉપલબ્ધ આંકડાઓ પ્રમાણે વિશ્વમાં ૩૦ કરોડ ડિપ્રેશનના દર્દિઓ છે. જેમા વિશ્વભરમાં ડીપ્રેશનના દર્દીઓમાં દર વર્ષે આશરે ૨૦%વધારો થઇ રહ્યો છે. જયારે ભારતમાં આ આંકડો ૩૬% છે. સ્ત્રીઓમાં ડીપ્રેશનની શક્યતા વધુ હોય છે.
હાલમા પ્રવર્તતી કોરોના ની મહામારી ના કારણે સમગ્ર વિશ્વ આર્થિક મંદી અને બેકારી મા સપડાયેલ છે. જેની સીધી અસરો નોક્રરી. ધંધા, રોજી રોટી મા જોવા મળે છે. આ તબક્કે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે તનાવમુક્ત જીવનશૈલી અપનાવવા, જીવનમાં કોઈ શોખ, રસ ના વિષય કેળવવા; સમતોલ આહાર, વ્યાયમ સાથે પર્યાપ્ત ઊંઘ લેવી, મનોરંજનને સ્થાન આપવા, સામાજિક સંપર્કો વધુને વધુ જાળવવા, એકલતાને ટાળી પોતાની સમસ્યાઓ અન્યને કહેવા, વાસ્તવિક હોય તેવું જીવનનું ધ્યેય રાખવા, મનને નવરૂ રાખ્યા વગર કોઈને કોઈ રચનાત્મક પ્રવૃત્તિમાં રોકી રાખવા માટે ના પ્રયાસો કરતા રહેવા સેમીનાર ના પ્રવક્તાઓ એ અભિપ્રાય આપેલ છે.
આજ ના દિવસે જાહેર જનતા જોગ એક સંદેશમા શ્રી કક્કડ એ જણાવ્યુ હતુ કે અત્યાર ના સંજોગો મા સામન્ય વર્તન રાખો. સામન્ય જીન્દગી જીવવા કોશિશ કરો. કામમાં વ્યસ્ત રહો, ભવિષ્યની યોજનાઓ છોડી દો અને આજ માં જ જીવો, ખુશ રહો. માતા-પિતા અને શિક્ષકોની ભૂમિકા નો પણ ઉલ્લેખ કરી તેઓ એ જણાવ્યુ હતુ કે આવનારી પેઢી અને યુવાવર્ગ ને માનસિક બીમારીથી દૂર રાખવા પ્રયત્ન શીલ બનવામા આવે તો સમાજ અને અર્થતંત્ર તેમજ ઉદ્યોગ, કુટુંબ માટે વિકાસમાં સિંહફાળો આપી શકાશે.

