

રિપોર્ટ : બીના પટેલ
ઉમરેઠ તાલુકામાં દાગજીપુરા ગામ ખાતે “75 માં આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાખેલ” વંદે ગુજરાત “કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કલસ્ટર સમાવિષ્ટ ગામોના વિકાસના કામોના ખાત મુહુર્ત તથા લોકાર્પણ અને અનેક યોજનાના લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ લાલસિંહજી વડો દીયા, ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમાર, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ ,ઉમરેઠ તાલુકા પંચાયત ઉપપ્રમુખ સોમાભાઈ ભોઈ, જિલ્લા પંચાયત સભ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન પિન્કીબેન ઠાકોર, ઉમરેઠ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન વિષ્ણુભાઈ વસાવા, ઉમરેઠ તાલુકા ભાજપ મહામંત્રી રાજેશભાઈ ભોઈ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, મનુભાઈ ઠાકોર, જતીનભાઈ પટેલ, સરપંચ શ્રી દાગજીપુરા, સરપંચ શ્રી ખાનકુવા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ઉમરેઠ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
