ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબના બે વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગરના ત્રીસ વોર્ડમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિની હારમાળા .

૨૦ જુલાઈ , ૨૦૨૦ થી ૨૦ જુલાઈ , ૨૦૨૨ ના બે વર્ષ દરમ્યાન પરિશ્રમની પરકાષ્ઠતા સર્જી , લાખો કિલોમીટરનો પ્રવાસ કરી , કાર્યકર્તાઓ અને જન જન સુધી લોકસંપર્ક કરી અને આ દરમ્યાન યોજાયેલી ચૂંટણીઓમાં પછી તે વિધાનસભાની પેટા ચૂંટણીઓ હોય , સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય , મહાનગરપાલિકા કે નગરપાલિકાની ચૂંટણીઓ હોય તે તમામ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ વિજયની ભેટ આપનાર ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબની ભવ્ય સફળતાના બે વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી , ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર રાજ્યમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા પણ સુરત શહેરના ત્રીસ વોર્ડમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિની હારમાળા યોજવામાં આવી હતી . ઉપરોકત સેવાકીય પ્રવૃતિઓ અંતગર્ત કુપોષિત બાળકોને સુપોષણ કીટ આપવામાં આવી હતી . આંગણવાડીની બહેનોને સાડીથી સન્માનિત કરવામાં આવી હતી . વિવિધ જગ્યાએ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું . “ સુકન્યા સમૃદ્ધિ ” યોજના અંતગર્ત ખાતા ખોલવામાં આવ્યા હતા . ટીબીના દર્દીઓને પૌષ્ટિક રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું . ગંગાસ્વરૂપ બહેનોને સાડી વિતરણ , રાશનકીટ તથા વિધવા સહાયના ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા . સિવિલ , સ્મીમેર તથા અન્ય હોસ્પિટલોમાં દર્દીઓ , બાળકોને તથા સેવા વસ્તીમાં વસનારાઓને ફળ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . મુકબધિર , દિવ્યાંગ , અંધજન શાળાઓમાં તથા નારીસંરક્ષણ ગૃહમાં અને વૃધ્ધાશ્રમોમાં ભોજન કરાવવામાં આવ્યું હતું . “ પંડિત દીનદયાલ ભવન ” , ભાજપ કાર્યાલય , ઉધના , સુરત ખાતે પાર્ટી દ્વારા દિવ્યાંગ લોકોને ટ્રાઈસિકલ વિતરણ કરવામાં આવ્યું હતું . યુવા મોરચા દ્વારા સ્મીમેર , સિવિલ હોસ્પિટલ તથા સુરત લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું . સમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું .આજના દીને શ્રી સી.આર.પાટીલ સાહેબે ગુજરાત પ્રદેશ ભાજપના પેજ સમિતિના કાર્યકર્તાઓ તથા શુભેચ્છકો સાથે ફેસબુકના માધ્યમથી લાઇવ સંવાદ કર્યો હતો . જેમાં સુરતનાં હજારો કાર્યકરો જોડાયા હતા . આ પ્રસંગે સુરત શહેર સંગઠનના પ્રમુખ , મહામંત્રીશ્રીઓ , તમામ પદાધિકારીઓ , પક્ષના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા શુભેચ્છકો વિવિધ સ્થળો પર ઉપસ્થિત રહ્યા હતા .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM