
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ગુજરાત કી આખો કા તારા સાપુતારા ખાતે 30 જુલાઈ થી 30 ઓગસ્ટ સુધી મોન્સૂન ફેસ્ટિવલની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય નું મીની કાશ્મીર ગણાતું રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. કુદરતી સૌંદર્ય સાથે અસંખ્ય જળ ધોધ અને ગિરીમથક સાપુતારાનું ગાઢ ધુમ્મસિયા વાતવરણ નો લુપ્ત ઉઠાવવા પ્રકૃતિ પ્રેમીઓને ઘેલું લગાડવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ મોન્સૂન ફેસ્ટિવલમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે