શેઠ બી.જે.હાઇસ્કુલ, જાદરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

તારીખ 1/ 8/ 22 ને સોમવારે શેઠ બી.જે.હાઇસ્કુલ, જાદરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્યશ્રી મહેશભાઈ પટેલે વૈદિક પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ શાળાના શિક્ષક શ્રી એમ.સી.પટેલ દ્વારા અમૃત મહોત્સવ ની ઉજવણીની વિસ્તૃત સમજ આપવામાં આવી. શાળાના આચાર્યશ્રી, સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું. શાળાના 25 વિદ્યાર્થીઓ દ્વારા આઝાદીની ચળવળમાં ભાગ લેનાર ક્રાંતિકારીઓ, દેશ નેતાઓ, સમાજ સુધારકોના જીવન કવન પર તેમના ચિત્ર દર્શાવી જાણકારી આપવામાં આવી. ધોરણ ૯ ની બાલિકા દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ ભારત માતાની આરતી કરવામાં આવી હતી. શાળા તથા ગામ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે શ્રી એમ.એસ.ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. અંતમાં આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી એમ.ડી.પટેલ દ્વારા કરવામાં આવી. રાષ્ટ્રગીત નું ગાન કરી બાળકોમાં મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી એમ.સી.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *