જામ્યુકોના હર ઘર તિરંગા અભિયાનના માઈક્રો પ્લાનિંગ માટે કમિશનરની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઇ

જામનગર ( શક્તિ ધોળકીયા)

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર હર ઘર તિરંગા અભિયાન માં રાષ્ટ્રધ્વજ વિતરણ તેમજ આ કાર્યક્રમના બહોળા પ્રચાર પ્રસાર અર્થે આજે માનનીય કમિશનર શ્રી વિજય કુમાર ખરાડી ના અધ્યક્ષ સ્થાને એક ખાસ બેઠકનું આયોજન ફાયર શાખાના કોન્ફરન્સ હોલમાં કરવામાં આવ્યું હતું, આ ખાસ બેઠકમાં તમામ નોડલ ઓફિસર વિવિધ શાખાના અધિકારીઓ, ઝોનલ ઓફિસરો,SSI, SS સહિતનાઓ સાથે તિરંગા અભિયાન વિશે ના માઈક્રો પ્લાનિંગ ની માહિતી પુરી પાડવામાં આવી હતી.

આઝાદીના અમૃત વર્ષ નિમિત્તે રાષ્ટ્રનિર્માણની પ્રતિબદ્ધતા માટે રાષ્ટ્રધ્વજ સમગ્ર રાષ્ટ્રમાં ગૌરવનું પ્રતીક બને તે માટે સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે આજે જામનગરમાં આ કાર્યક્રમને વેગ આપવા માટે કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર શ્રી એ.કે.વસ્તાણી, આસી કમિશનર શ્રી B. J. પંડ્યા ના માર્ગદર્શન મુજબ હર ઘર તિરંગા કાર્યક્રમ નો બહોળો પ્રચાર પ્રસાર થાય તેમજ ઘેર ઘેર તિરંગો લહેરાય તે માટેનું માઈક્રો પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાષ્ટ્રધ્વજ વિતરણ ના માઈક્રો પ્લાનિંગ વિષયક ખાસ સુચના કમિશનર સાહેબની અધ્યક્ષતામાં તમામ વિભાગીય વડા – નોડલ ઓફિસર ઓ તેમજ ઝોનલ ઓફિસરોને આપવામાં આવ્યા હતા .

આ અગત્યની બેઠકમાં માન.કમિશનર શ્રીવિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર શ્રીએ.કે.વસ્તાણી, આસિસ્ટન્ટ કમિશનર શ્રીબી.જે. પંડ્યા, સિટી એન્જિનિયર ભાવેશ જાની ,ચીફ ફાયર ઓફિસર k.k. bishnoi, કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવા, કાર્યપાલક ઇજનેર પી.સી. બોખાણી, JMC મેડીકલ ઓફિસર સુભાષ પ્રજાપતિ, હાઉસિંગ વિભાગના ઇજનેર અશોક જોષી ,સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ઝોનલ ઓફિસરો હર ઘર તિરંગા કાર્યક્રમના નોડલ ઓફિસર, SI, SSI ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM