પાટણમાં લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરતાં કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ

કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓ સુધી પહોંચ્યો છેઃ કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ

ભારત સરકારના કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલ પાટણનાં પ્રવાસે સતત ઠેર ઠેર હાજરી આપી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે ત્યારે ભદ્રાડા ગામના કાર્યક્રમ બાદ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતેના કાર્યક્રમમાં મંત્રીશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.

કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પિયુષ ગોયલ દેશમાં ઉદ્યોગ, ફૂડ, ગ્રાહક નિવારણ, ટેકસટાઇલ્સ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિતરણ વિભાગ સંભાળે છે. તેમના પ્રવાસ દરમ્યાન તેઓ પાટણ જિલ્લાના વિકાસની વિગતો અધિકારીઓ પાસેથી મેળવી રહ્યાં છે. મંત્રીશ્રી પિયુષ ગોયલ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સંબોધિત કર્યા બાદ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી સરકારી યોજનાઓના લાભ થકી તેમનાં જીવનમાં આવેલા પરિવર્તનથી માહિતગાર  થયાં હતાં.

કન્વેન્શન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલે જણાવ્યું હતુ કે, આજે કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી દેશમાં લાખો કરોડો લાભ લઇ રહ્યાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આજે દેશભરમાં કરોડો ગરીબ લોકોના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આજે દરેક નાનાં ગામડા સુધી ગેસ કનેક્શન પહોંચ્યું છે. 

તદુપરાંત શ્રી ગોયલે કહ્યું હતું, ‘પાણી અને વીજળી જેવી જરૂરી સુવિધાઓ પણ પહોંચી છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આજે દેશનાં દરેક ગામડાં અને શહેર સુધી તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ વિવિધ યોજનાઓ થકી પહોંચાડી છે. સ્ટાર્ટઅપની વાત કરતાં મંત્રીશ્રી જણાવે છે કે આજે દેશમાં હજારો સ્ટાર્ટઅપ શરૂ થયાં છે.’

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *