
રિપોર્ટ : ચિરાગ પાંડેય
- ઑસ્ટ્રેલિયાના સિડની, અડેલેઇડ તથા મેલબર્ન ખાતે પૂજ્ય વ્રજરાજકુમારજીના સાનિધ્યમાં મંગલ મય વચનામૃત અને સત્સંગના કાર્યક્રમો યોજાશે
-તા.27 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર,2022 દરમ્યાન પૂજ્ય વ્રજરાજકુમારજીએ ઓસ્ટ્રેલિયા ખાતે ધર્મ પ્રચાર યાત્રા અર્થે પ્રયાણ કર્યું વિશ્વભરમાં “We સર્વે હૅપ્પીનેસ્સ”ના સૂત્ર સાથે કાર્યરત તેમજ ધર્મ સેવા સાથે માનવ સેવા,સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા અર્થે તતપર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય સંસ્થા “વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO)” ના સંસ્થાપક શ્રીવલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી હાલમાં તા. 28 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર 2022 દરમ્યાન VYO ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત વિવિધ પ્રેરણાસભર કાર્યક્રમો અર્થે ગતરોજ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા , ત્યાં આપશ્રીનું મંગલ આગમન થયું હતું. ઓસ્ટ્રેલિયા આગમન પ્રસંગે સિડની ઓસ્ટ્રેલિયા એરપોર્ટ પર ભાવિકજનોએ મંગલમય આનંદના સથવારે પૂજ્યશ્રીનું સ્વાગત કર્યું હતું. તા. 27 ઓગસ્ટ,2022ના રોજ સિડની ખાતે 21 rose crescent park NSW ખાતે પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં રાધાષ્ટમી ઉત્સવની ઉજવણી ભવ્યતાથી સંપન્ન થઇ હતી અને ઉપસ્થિત અસંખ્ય ભાવિકજનાએ પૂજ્યશ્રીના મંગલમય વચનામૃતનો અલૌકિક લાભ પ્રાપ્ત કર્યો હતો.
ત્યારે તા.28 ઓગસ્ટ,2022ના રોજ અડેલેઇડ ઓસ્ટ્રેલિયા ખાતે Gymnasium East Torrents Primary School ખાતે પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલમય વચનામૃત કાર્યક્રમ સંપન્ન થશે.તા.4 સપ્ટેમ્બર,2022ના રોજ મેલબર્ન ઓસ્ટ્રેલિયા ખાતે 191 Leakes રોડ ખાતે VYO ઑસ્ટ્રેલિયાના તત્વાવધાનમાં પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલમય વચનામૃત કાર્યક્રમ સંપન્ન થશે.આમ તા.27 ઓગસ્ટ થી 4 સેપ્ટેમ્બર દરમ્યાન પૂજ્યશ્રીના સાનિધ્યમાં ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં પૂજ્યશ્રીના પ્રેરણાસભર વચનામૃતના કાર્યક્રમ ઉપરાંત અનેકવિધ કાર્યક્રમો અને ભાવિક વૈષ્ણવજનોની ત્યાં મંગલમય પધરામણી થકી ધાર્મિક સંસ્કારોને વેગવંતા રાખવાના પ્રયાસ રૂપે પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીના સાનિધ્યમાં VYO ઓસ્ટ્રેલિયા અનેકવિધ આયોજનો સાથે કાર્યરત બન્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી દ્વારા વિશ્વના 5 કરોડ વૈષ્ણવોને સંગઠિત કરવાનું ભગીરથ કાર્ય આરંભાયું હતું અને એ દિવ્ય સંદેશને પણ વિદેશ ની ભૂમિ પર પ્રસારિત કરીને ધર્મ સેવા ના સંસ્કારોને કાયમ રાખીને સમાજ,માનવતા અને રાષ્ટ્ર અર્થે તમામને કટિબદ્ધ બનવા પૂજ્યશ્રી દ્વારા આહ્વાન કરવામાં આવી રહ્યું છે.ઉપરાંત પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં VYO ઓસ્ટ્રેલિયા દ્વારા મેલબર્ન ખાતે ભવ્યને દિવ્ય શ્રીનાથધામ સંકુલ સાકાર પામનાર છે જે કાર્ય ને ઓસ્ટ્રેલિયા સ્થિત સમસ્ત વૈષ્ણવ સમાજે ખૂબ ઉત્સાહ અને આનંદ થી વેગવંતુ કર્યું છે.
