મહુવા સુગરફેકટરી ના ચેરમેન શ્રી માનસિંહભાઇ પટેલ ની અધ્યક્ષ સ્થાને અનાવલ-રાનકુવા ઝોનનો “ખેડૂત શિબીર” યોજાયો..

રિપોર્ટ. મયુર પટેલ

હુવા તાલુકાના આંગલધરા દૂધ ઉત્પાદન મંડળી ખાતે આજ રોજ શેરડીના પાકમાં આધુનિક ખેતી પદ્ધતિ દ્વારા ઓછો ખેતી ખર્ચ કરી મહત્તમાં ઉત્પાદન કઇ રીત મેળવી શકાય તથા સુગર ફેકટરી સામે ભવિષ્યમાં કેવા પ્રશ્નો ઉભા થશે અને ખેડૂતો દ્વારા કઈ રીતે તેનુ સમાધાન થઇ શકશે તેનુ માર્ગદર્શન આપતો અનાવલ અને રાનકુવા ઝોનનો સંયુકત ખેડૂત શિબીર મહુવા સુગર ના ચેરમેન અને સુમુલના ચેરમેન શ્રી માનસિંહભાઇ પટેલ ના અધ્યક્ષ સ્થાને અંગલધરા દૂધ મંડળીના સભાખંડમાં યોજાયો. ખેડૂતોને માર્ગદર્શન આપતા માનસિંહભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું સ્વપ્ન છે કે હવેની ખેતી ટકાઉ ખેતી બને અને વધુને વધુ ખેડૂતો રસાયણિક ખાતર અને દવાને બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળે જેથી પર્યાવરણને ઓછુ નુકશાન થાય અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતીનો જિલ્લો પસંદ કર્યો છે તો આઝાદીના અમૃત મહોત્સવની યાદમાં આપણે પણ મહુવા સુગરના સભાસદો દ્વારા એકરદીઠ હાલ ૧૫ થી ૨૦ ટન શેરડી ઉત્પાદન મેળવવાને બદલે એકરે ૫૦ ટન સુધી શેરડીનું ઉત્પાદન કરવામાં આવે અને તે માટે રસાયણિક ખાતર અને દવાને બદલે મહુવા સુગર દ્વારા બનાવવામાં આવેલ જુદા જુદા કલ્ચરનો ઉપયોગ કરવામાં આવે તો જમીનની તંદુરસ્તી પણ જળવાઇ રહે,ઉત્પાદન પણ વધે અને ખર્ચ પણ બચી શકે સાથે સાથે સરકારશ્રીએ જે યોજનાઓ થકી ટપક પદ્ધતિ કે અન્ય વસ્તુઓ પર સબસીડીનો લાભ જાહેર કર્યો છે તે લાભ ખેડુતી લેય તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને વધુ આવક મેળવી શકાય છે ખેડુત પાસે જમીન લીમિટેડ છે પરંતુ ઉત્પાદન ધારે તે મેળવી શકાય છે. ગત વર્ષે ૨૨૬ દિવસ સુગર ચાલી હતી અને ૧૦.૫૮ ટકા રિકવરી હતી ૪૫૦૦ ટન કેપેસિટીના પ્લાન માટે રોજ ૮ ટન પિલાણ મળે તો જ ફાયદો થાય અને આપણા ખેડુતો ઉપરાંત બીજા બિન સભાસદની શેરડી પણ લાવવી પડે નહિતો ખોટ જાય છે ગત વર્ષે વાતાવરણ અને કોરોનાને કારણે સુત્રના રોપાણ,કટિંગ, વાહતુક વેગેરે સંચાલનમાં ખૂબ સહન કરવુ પડયુ હતુ,હાલ મજુરો પણ ઓછી જમીન અને ઓછી શેરડી પાકે તો શેરડી કટિંગ કરવાનુ ના પાડે છે કારણકે એમને મજુરીમાં ખોટ જાય છે જો આવી જ પરિસ્થિતી રહે તો ૨૦ ટન પકવનાર ખેડૂતે ભવિષ્યમાં જાતે કટિંગ કરી સુગરમાં શેરડી નાંખવી પડે એ સ્થિતી આવશે.આથી ખેડુતોએ ૫૦ ટન સુધીનુ ઉત્પાદન મેળવવુ પડે તે માટે ખેડૂત પોતાની જમીન ચકાસણી કરાવી શકે, તે પ્રમાણે રોપા રેપી શકે, જુદા જુદા કલ્ચર નાખી શકે તે માટે સુગરને આધુનિક લેબ માટે સરકારશ્રીએ ૨ કરોડ ફાળવ્યા અને કોઇ સુગર લેબ ખોલવા માટે આગળ ના આવી પરંતુ મહુવા સુગરે એ લાભ ખેડૂતોના હિતમાં લીધો અને આધુનિક લેબ ખોલી છે તેનો સૌ સભાસદ મિત્રો લાભ લેય એવી વિનંતી કરી હતી.ઉત્તર પ્રદેશ જેવા રાજયોમાં પ્રાઇવેટ કંપની દ્વારા સુગર મિલો ચલાવાય છે ત્યાં ના ખેડૂર્તો કરતાં ગુજરાતમાં સહકારી ક્ષેત્ર દ્વારા સુગર મિલો ચલાવાય છે એટલે સહકારી માળખુ મજબુત છે એટલે ખેડુત ની આર્થિક પરિસ્થિતી પણ મજબુત છે,અને સરકાર પણ સબસીડી આપીને ખેડૂતોને મજબુત બને એવી કોશિષ કરી રહી છે ત્યારે નાના ખેડૂતોએ ખાસ લાભ લેવો જોઇએ.સમારંભના સ્વાગત પ્રવાન કરતા એસ્ટેટ મેનેજર શીતલભાઇ એ સુગર દ્વારા બનાવવામાં આવતુ કલ્ચર અને ખેડૂતોને ઘર સુધી સુગર દ્વારા આપવામાં આવતુ માર્ગદર્શનની વિસ્તૃત રૂપરેખા આપવામાં આવી હતી. પ્રાસંગિક પ્રવરાન આપતા રાનકુવા ઝોનના ડિરેકટરશ્રી સુનીલભાઈ પરમારે પણ સભાસદોને કલ્ચર વાપરા ઉપર ભાર મુકયો હતો. તથા મહુવા સુગરાન ડિરેક્ટર તુષારભાઇ પટેલ અને અનાવલ ઝોનના ડિરેક્ટર અને અનાવલ હાઈસ્કૂલ મંડળના પ્રમુખ વિપુલભાઇ પટેલે પણ મહુવા સુગર ફેકટરીએ ખેડૂતોના હિત માટે મુશ્કેલ પ્રોજેકટો અંગે ખેડુતોને માર્ગદર્શન આપ્યુ હતુ તથા ચેરમેન શ્રી એ દરેક ડિરેક્ટરોને ટકોર કરી છે કે પહેલા બ્રેક ડિરેકટરો પ્રાકૃતિક ખેતી કરી જુદા જુદા કલ્ચરનો ઉપયોગ કરી પોતાનુ ઉત્પાદન વધારે પછી પોતાના ઝોનના ખેડૂતોને માર્ગદર્શન આપે એવી અપીલને શિરોમાન્ય કરી અમે પણ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી દ્વારા વધુ ઉત્પાદન મેળવ્યું છે એમ જણાવ્યુ હતુ ઉપરાંત સભાસદોને અપિલ કરી હતી કે તમે પણ મહુવા સુગર દ્વારા બનાવવામાં આવેલ કલ્ચર વાપરો અને મહુવા સુગર દ્વારા જે હોસ્પિટલ ચલાવવામાં આવે છે તેમાં આધુનિક મશીનરી દ્વારા ખેડૂતોને, કર્મચારીઓને અન્ય જાહેર જનતાને એકદમ નજીવા દરે ઇલાજ મળી રહે તે માટેના પ્રયાસો થયા છે તેનો પણ લાભ લો અને સભાસદોના બાળકોને એસ.એસ.સી થી ઉય અભ્યાસ સુધીનું માર્ગદર્શન મળી રહે, સભાસદોને આરોગ્યને લગતા મા-કાર્ડ જેવા કાર્ડ દરેક ઝોનમાં કઢાવવામાં આવ્યા ના હોય તો સુગર દ્વારા જન સંપર્ક કાર્યાલય ખોલી તમામને લાભ મળે એવી તજવીજ પણ હાથ ધરવામાં આવનાર છે તથા એક નાગરિક સન્માન સમિતિ બનાવી તેમાં સારા વ્યકિતઓને લઇ યોગ્ય વ્યક્તિઓની કદર થાય અને આગળ વધે તે માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. અને આવા શિબીરો દ્વારા દરેક ઝોનમાં ખેડૂતોને માર્ગદર્શન મળી રહે એવા પ્રયાસો આગામી દિવસોમાં થતા રહેશે અને જરૂર પડે તો નવસારી કૃષિ યુનિવસિર્ટીનુ માર્ગદર્શન લેવામાં આવશે એવી જાણકારી આપી હતી. તથા સુગર ફેક્ટરીમાં જો કોઇ કર્મચારી દ્વારા ખેડૂતોને લગતા પ્રશ્નોનુ દાન ના આપવામાં આવે તો તેવા કર્મચારીઓ ઉપર કડક પગલા ભરવા અંગેની વાત ખેડૂતોને જણાવી હતી. ખેડૂત શિબીરમાં ઉપસ્થિત ખેડૂતો માંથી પ્રાકૃતિક ખેતી દ્વારા એકરદીઠ વધુ ઉત્પાદન મેળવ્યુ તે ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યુ હતું. વહેવલના ખેડૂત રાજેન્દ્રભાઇ પટેલ ૨ એકરમાં ૧૧૫ ટન શેરડી,રાનકુવાના નરેન્દ્રભાઈ ૧.૧૫ એકરમાં ૮૮ ટન,વાલઝરના ખેડુત છગનભાઇએ તથા મોહનભાઇએ ૯૨ ટન શેરડી પકવી સાબીત કરી આપ્યુ કે મોંઘા ખાતર અને દવા વાપરવાને બદલે પ્રાકૃતિક ખેતી દ્વારા કલ્ચરનો કરવામાં આવે તો સારું ઉત્પાદન મેળવી શકાય તે અંગે ખેડુત ઘેલાભાઇ પટેલ,વિજય સિંહ,કરશનભાઈ પટેલે પોતાનું અભિપ્રાય આપ્યો હતો સમારંભમાં મહુવા સુગરના ચેરમેનશ્રી માનસિંહભાઇ પટેલ ઉપરાંત અનાવલ ઝોનના ડિરેકટર વિપુલ પટેલ, રાનકુવા ઝોનના સુનીલભાઇ પરમાર, ખરવણના ઝોન ના ડિરેક્ટર તુષારભાઇ પટેલ, બુહારીના બળવંતભાઇ પટેલ યુ.ડી.કો.બેંક ડિરેક્ટર બાલુભાઇ પટેલ, લશણપુર સેવા સહ.ના પ્રમુખ ઝવેરભાઈ પટેલ, માજી ડિરે.સુમનભાઇ દેસાઇ, તા.પ. મહુવા પ્રમુખશ્રી હિતેશભાઇ,સેવા સહકારી મંડળી અનાવલ ના પ્રમુખ શ્રી હરીશભાઈ કેદારીયા, આંગલધરા ડેરીના પ્રમુખ અમૃતભાઇ પટેલ, વહેવલ ડેરીના પ્રમુખ નરોત્તમભાઇ પટેલ,કેળકરછના કરશનભાઇ,કલ્યાણભાઈ પટેલ,(ભીનાર)જયદીપભાઇ, યોગેશભાઇ,વગેરે અને એમ.ડી શ્રીભાનેશભાઇ,એસ્ટેટ શ્રી શીતલભાઇ,ઓ.એસ. ચેતનભાઇ, ઇ.એકાઉન્ટન્ટ મનીષભાઇ તથા પત્રકારશ્રીઓ સભાસદ અને ખેડુતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઝોનના ડિરેકટર અને કર્મચારીગણા સભાસદોએ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવીહતી તેમજ માનસિંહભાઇ અને ડિરેક્ટર શ્રીઓએ આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રેમકુમાર ગોસ્વામીએ કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM